7 મેથી ખુલશે ગંગોત્રી ધામના દરવાજા, અત્યારથી કરો પ્લાન

06 May, 2019 06:47 PM IST  | 

7 મેથી ખુલશે ગંગોત્રી ધામના દરવાજા, અત્યારથી કરો પ્લાન

ખુલશે ગંગોત્રી ધામના દરવાજા

7 મેથી શરુ થનારી હિમાલયમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ચારધાર યાત્રા લોકો માટે ખુબ મહત્વ રાખે છે. લોકોનું માનવું છે કે આ ચાર ધામની યાત્રા કરવાથી જીવનના બધા જ દુ:ખો, તકલીફ દૂર થાય છે અને જીવન મોક્ષ તરફ જાય છે. યમુનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવશે જ્યારે 12 જ્યોતિર્લિંગમાં સામેલ કેદારનાથ ધામના દરવાજા 9 મે અને ભૂ-વૈકૂંઠ બદરીનાથ ધામના દરવાજા 10મેના ખોલવામાં આવશે. જો તમે આ વખતે ચાર ધામની યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો પ્લાનિંગની શરુઆત કરી દો.

ચારધામની યાત્રા કહેવાય એટલી સરળ હોતી નથી. કપરા ચઢાણો,ઠંડી વગેરેનો સામનો કરવો પડે છે. આ યાત્રાધામને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. કેદારખંડમાં કહેવાય છે કે, ભક્તિ વગર જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એટલે જ યમુનોત્રી અને ત્યારબાદ ગંગોત્રીની યાત્રા કરવી જોઈએ

કઈ રીતે પહોચી શકાય?

જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો તો જૌલીગ્રાંટ નજીક એક હવાઈમથક આવેલું છે જે ગંગોત્રીથી 275 કિલોમીટરના અંતર પર આવેલું છે. આ સિવાય જો તમે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તો તમે ઋષિકેશ સુધી મુસાફરી કરી શકશો ત્યાથી તમારે રોડ દ્વારા 248 કિલોમીટર અંતર કાપવાનું રહેશે. જો તમે પબ્લિક રોડ ટ્રાંસપોર્ટેશનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને હરિદ્વાર-ઋષિકેશથી ઘણી બસો મળી શકશે

travel news