સૌંદર્યના મોહતાજ સમા આ સ્થળો વૈજ્ઞાનિકો માટે છે પડકારજનક

13 November, 2014 07:41 AM IST  | 

સૌંદર્યના મોહતાજ સમા આ સ્થળો વૈજ્ઞાનિકો માટે છે પડકારજનક

આ તમામ સ્થળો સુંદરતાની સાથે સાથે થોડા અજીબો-ગરીબ પણ છે.અજીબો-ગરીબ એટલા માટે કે આ પ્લેસ વિશે વાંચશો તો તમને કુતુહલ તો જરૂર થશે.મહત્વની વાત એ છે કે આ સ્થળોના રહસ્યો આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા.તો ચાલો આજે સેર કરી લઈએ એવા સાત સ્થળોની જે છે વર્લ્ડના ટોપ લિસ્ટમાં મોખરે.


ડોર ટુ હેલ-

આ સ્થળ તુર્કમેનિસ્તાનમાં આવેલુ છે.જેમાં જમીન પર એક ખાડો છે અને તેમાંથી અગ્નિ પ્રજવલ્લી થાય છે.એક અકસ્માતને કારણે આ પ્લેસ ફાયર પ્લેસ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યુ છે.ગેસની ખાણમાં લીકેજ થતા અહી સર્જાયેલી દુર્ઘટના આજે પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળની યાદીમાં સ્થાન પામ્યુ છે.અહી લોકો દૂર દૂરથી આવે છે માત્ર આ ડોર ટૂ હેલ નિહાળવા માટે.



રેઈનફોરેસ્ટ સિંન્ખોલે-

આ એક નેશનલ પાર્ક છે,જે વેનેઝુએલામાં આવેલો છે.આ જગ્યાએ જમીનની અંદર એક મોટો હોલ છે જે આપમેળે સર્જાયેલો છે.



ધ શૈમ્પેન પૂલ-

આ જગ્યા ન્યૂઝીલેન્ડમાં આવેલી છે.અહી બારેમાસ રંગબેરંગી જળસ્ત્રોતના વમળો સર્જાય છે.એવુ કહેવાય છે કે પાણીના વમળોનુ તાપમાન કાયમ માટે 74 ડિગ્રી સેલ્સિયસ પર રહે છે.આ પૂલ વિશે એવી માન્યતા છે કે તે સતત કાર્બન ડાયોકસાઈડને પોતાનામાં ખેંચે છે.



હિલેર લેક-

આ લેક વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આવેલુ છે.આજ સુધી વૈજ્ઞાનિકો પણ આ તળાવમાં રહેલા આછા ગુલાબી રંગના પાણીનો ભેદ પારખી શકયા નથી.આ તળાવના ગુલાબી પાણીને લોકો સેવાળ માને છે પણ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે તે સેવાળ પણ નથી.



એલિફન્ટ રોક-

આ જગ્યા યુએસએના નેવાડા નામના એક સ્ટેટમાં આવેલી છે.અહી માટીમાંથી બનેલા સેન્ડ઼સ્ટોન સ્વંયભૂ છે.જે એલિફ્ન્ટ શેપમાં છે.



ધ બ્યુટી પૂલ-

આ જગ્યા યુએસએમાં આવેલી છે.જે યલોસ્ટોન નેશનલ પાર્ક તરીકે ખુબ જાણીતી છે.અહીં આસમાની,યલો અને ડાર્ક યલો કલરનુ પાણી બારેમાસ રહે છે.આ પાણીમાં સુંદર પરપોટા થતા તેનુ સુંદર દર્શય સર્જાય છે.


ધ પેકયુલર પિનેકલ્સ-

આ જગ્યા નામ્બુંગ નેશનલ પાર્ક તરીકે ખુબ ફેમસ છે.જે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આવેલી છે.અહીં આંખોમાં વસી જાય તેવા અદ્દઙુત લાઈમસ્ટોન સ્ટ્રકચર છે.ઘણા પાંચ મિટરથી પણ ઉંચા છે.અવુ માનાવમાં આવે છે આ જગ્યાએ પહેલા એક દરિયો હતો જે બાદમાં રેતાળ પ્રદેશમાં ફેરવાયો અને ત્યારથી આ લાઈમસ્ટોન આપમેળે સર્જાયા છે.આ ઘટના લગભગ 25000 થી 30000 વર્ષ પહેલા સર્જાઈ હોવાની માન્યતા છે.