ટ્રાવેલિંગ દરમિયાન પોતાને રાખો તંદુરસ્ત

18 December, 2018 05:18 PM IST  | 

ટ્રાવેલિંગ દરમિયાન પોતાને રાખો તંદુરસ્ત

ટ્રાવેલિંગ ટિપ્સ

શિયાળામાં આળસના લીધે જો તમે તમારા સ્વાસ્થ્યની અવગણના કરતાં હોવ અને તમે ખૂબ જ પ્રવાસ કરતા હોવ, તો તમને બીજી કેટલીય તકલીફોનો સામનો કરવો પડી શકે છે. જેનાથી ટ્રાવેલિંગમાં એન્જોયમેન્ટના બજેટને સારવારના ખર્ચમાં વાપરવું પડે. તો આનાથી બચવા માટે કેટલીક બેઝિક ટિપ્સને રોજબરોજના જીવનમાં ફોલો કરવાની ટેવ પાડો. જેનાથી વાતાવરણ કેવું પણ હોય તમે સુખેથી એન્જોય કરી શકો.

ભરપૂર માત્રામાં પાણી પીવું

પાણી પીઓ અને સ્વસ્થ રહો

ટ્રાવેલિંગ દરમિયાન પોતાને હાઈડ્રેટ રાખવું અત્યંત જરૂરી છે કારણ કે શરીરમાં પાણીની અછતને કારણે સૌથી વધુ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જો તમારું શરીર હાઈડ્રેટ રહેશે તો સ્થળ કેવું પણ હોય તમે સુખેથી ફરી શકશો. તેની માટે પાણીની બાટલી હંમેશા પોતાની સાથે જ રાખવી.

આરામ પણ એટલો જ મહત્ત્વનો

ટ્રિપની પ્લાનિંગ કરતી વખતે બધી જગ્યાએ ફરી લેવાના લોભમાં આરામ સાથે સમાધાન કરી લેવું યોગ્ય નથી. આને કારણે તબિયત બગડવાની શક્યતાઓ વધી જાય છે. માથાનો દુખાવો, બેચેની, અસ્વસ્થતા, પેટ સાથે જોડાયેલી તકલીફો, ઊંઘ પુરી ન થવાની નિશાની છે. ઉનાળો હોય કે શિયાળો દિવસે રખડો અને રાતે ઊંઘો.

એક્ટિવ રહો

એક્ટિવ રહેવા માટે એક્સરસાઈઝ સૌથી સારો વિકલ્પ છે. હાલ મોટાભાગની હોટલ્સમાં જિમ અને સ્વિમિંગ પૂલ હોય તો તેનો ઉપયોગ કરવો. તેની માટે અલગથી પૈસા પણ ભરવા પડતા નથી. આ સિવાય તમારી પાસે મોર્નિંગ વૉકનું પણ ઑપ્શન છે. જે એક્ટિવ રાખવાની સાથે સાથે ઈમ્યુન સિસ્ટમ માટે પણ બેસ્ટ એક્સરસાઈઝ છે.

સ્વિમિંગ પણ આપે છે સ્ટ્રેસથી રિલીફ

સ્ટ્રેસ ફ્રી રહો

ટ્રાવેલિંગનો ઉદ્દેશ જ એ છે કે રૂટીન લાઈફથી દૂર સ્ટ્રેસ ફ્રી થઈને એન્જોય કરી શકાય. તો ઑફિસ અને ફેમિલીની ચિંતાને છેટે મૂકી દો અમુક દિવસો માટે. જે સ્થળે જઈ રહ્યા છો તે સ્થાનના એડવેન્ચર અને રોચક જગ્યાઓની શોધ કરવી અને ત્યાં જવાનું પ્લાનિંગ કરવું.

હેલ્ધી ડાયટ લેવું

લીલી શાકભાજી અને ફળ ખાવા

ટ્રાવેલિંગ દરમિયાન શક્ય તેટલી લીલી શાકભાજી અને ફળ ખાવા તો ન્યુટ્રિશનની સાથે જ શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે પણ બેસ્ટ છે. પ્રોસેસ્ડ અને ફ્રાઈડ ફુડ ખાવાનું ટાળવું. સી-ફુડ, સ્ટ્રીટ ફુડ્સ ખાઓ છો તો તે પણ સ્વાદના ચક્કરમાં જરૂરથી વધારે ન ખાવું.

ચહેરાને વારંવાર સ્પર્શ ન કરવો

ટ્રાવેલિંગ દરમિયાન આંખમાં બળતરા, ચળ, ચહેરા પર પિમ્પલ્સ અને ઉધરસનું કારણ પ્રદૂષણ જ નહીં પણ તમારા હાથ પણ હોઈ શકે છે જેનાથી તમે વારેવારે સ્પર્શ કરતાં હોવ છો. તો શક્ય તેટલું ચહેરાને અને આંખોને સ્પર્શ ના કરવો. આ ઉપરાંત પોતાની સાથે રૂમાલ અને ટિશ્યુ પેપર પણ રાખવા જ્યારે જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકાય.

બીમાર લોકોથી દૂર રહેવું

ફ્લાઈટ્સમાં પણ રહેવું સ્વસ્થ

ફ્લાઈટ હોય કે ટ્રેન કે પછી બસ, એવા લોકોની આસપાસ બેસવાનું ટાળવું જે પહેલાંથી બીમાર છે. શર્દી-ઉધરસ ચેપી રોગ છે જેને બરાબર થતાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. એવામાં એન્જોય કરવું મુશ્કેલ બને છે.

travel news tips