સમુદ્રની અંદર છે આ ખૂબસૂરત મંદિર, સ્કૂબા ડાઈવિંગ શોખીનો માટે ખાસ જગ્યા

03 January, 2019 03:48 PM IST  | 

સમુદ્રની અંદર છે આ ખૂબસૂરત મંદિર, સ્કૂબા ડાઈવિંગ શોખીનો માટે ખાસ જગ્યા

સમુદ્રના 90 ફિટ નીચે આવેલુ છે આ મંદિર

દુનિયાની દરેક જગ્યા પોતાની અલગ ખાસિયત અને તેના સૌંદર્ય માટે ઓળખાય છે, અને તેમાંની જ એક જગ્યા એટલે બાલી. સ્વચ્છ બીચ, કલરફૂલ કલ્ચર અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. અહીં હોટેલ્સથી લઈને રેસ્ટોરન્ટ, સ્પા, એડવેન્ચર એક્ટિવિટીઝની ભરમાર છે અને એ પણ બજેટમાં. પરંતુ આ બધા સિવાય અન્ય એક વસ્તુ છે જેના કારણે દુનિયાભરના ટુરિસ્ટ્ અહી આવે છે અને એ એટલે અહીં સમુદ્રની અંદર આવેલુ મંદિર.

ઈન્ડોનેશિયાના ટાપુ બાલીમાં ફરવા જાઓ તો અહીં સમુદ્રની અંદર આવેલા મંદિરની મુલાકાત અચૂક લેજો. આમ તો બાલીમાં ઘણા સારા મંદિરો છે પરંતુ આ મંદિર બિલકુલ અલગ છે. બાલીના પેરુતેરાન બીચ પર સમુદ્રના 90 ફિટ નીચે આવેલા આ મંદિર આજ સુધી કુતુહલનું કેન્દ્ર બન્યું છે.

ઈન્ડોનેશિયામાં સમુદ્રમાં આવેલુ આ મંદિર જુનુ છે. આમ તો આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે પરંતુ તેમા વિષ્ણુની મૂર્તિ પણ છે જે આશરે 5000 વર્ષ જૂની છે. પર્યટકો સ્કૂબા ડાઈવિંગ અને સ્વિમિંગ દ્વારા આ મંદિરને જોઈ શકાય છે. સમુદ્રની અંદર આવેલ આ મંદિર આમ તો ખંડેર જેવુ લાગે છે. લોકોનું માનવું છે કે આ દ્વારકા નગરી હોઈ શકે છે. કેમકે દ્વારકા નગરી સમુદ્ર તટના કિનારે આવેલી હતી અને કેટલાક સમય પછી તે નગરી સમુદ્રમાં વિલીન થઈ ગઈ હતી. ભગવાન વિષ્ણુ અને શિવ સિવાય અહીં અન્ય ઘણી મૂર્તિઓ છે જે જૂના સમયમાં થનારા પૂજા-પાઠને દર્શાવે છે. હિન્દુ દેવી-દેવતાઓ સાથે અહી ભગવાન બુદ્ધની પણ મોટી મોટી મૂર્તિઓ છે.