પ્રાઇવેટ પાર્ટમાંથી દુર્ગંધ મારે એવો પાર્ટિકલ્સ નીકળે છે તો શું કરવું?

16 January, 2023 05:22 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બાકી તમે જે દુર્ગંધયુક્ત કચરાની વાત કરી રહ્યા છો એને મેડિકલ ભાષામાં સ્મેગ્મા કહેવાય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી એજ ૨૭ વર્ષની છે. હું કૉલ સેન્ટરમાં જૉબ કરું છું. મારો પ્રૉબ્લેમ એ છે કે સવારે ઊઠું ત્યારે મને ઇરેક્શન આવેલું હોય છે. ગર્લફ્રેન્ડ સાથે નજદીકીને કારણે રાતના સમયે ઇરેક્શનનું પ્રમાણ વધી ગયું છે. જોકે પ્રૉબ્લેમ એ છે કે મારી ફોરસ્કિન થોડીક ટાઇટ છે. રોલબૅક કરવાની કોશિશ કરું તો દુખે છે એટલે રોજ એમ કરવાનું નથી ફાવતું. જોકે સ્કિન પાછળ જાય ત્યારે અંદરથી ખૂબ જ વાસ મારતો કચરો નીકળે છે. વારંવાર સાફ કરવા છતાં અંદરથી સફેદ-પીળો જાડો કચરો નીકળે છે અને એમાંથી વાસ પણ બહુ આવતી હોય છે. હાઈ ફ્રૅગ્રન્સ સોપથી સાફ કરવા છતાં તરત એ વાસ જતી નથી. આ જ કારણોસર હું ઓરલ સેક્સની મજા નથી લઈ શકતો. હવે તો ક્યારેક આવી જ સ્મેલ મારી ગર્લફ્રેન્ડના પાર્ટમાંથી પણ આવે છે. મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે આ કોઈ ઇન્ફેક્શન જેવું છે જે તેને મેં આપ્યું છે. શું આ ચિંતાજનક છે? વિલે પાર્લે

આ પણ વાંચો : ઇન્દ્રિય મોટી હોવાથી પાર્ટનર રિલેશન માટે રાજી નથી થતી

એક વાત સમજી લેજો કે રાતના સમયે ઇરેક્શન આવવું એ હેલ્ધી હૉર્મોન્સની નિશાની છે એટલે તમારે એના માટે મનમાં ગભરાટ રાખવાની જરૂર નથી. બાકી તમે જે દુર્ગંધયુક્ત કચરાની વાત કરી રહ્યા છો એને મેડિકલ ભાષામાં સ્મેગ્મા કહેવાય છે. સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રાઇવેટ પાર્ટમાંથી કુદરતી રીતે ઘટ્ટ પ્રવાહી જેવો સ્રાવ હંમેશાં થતો રહેતો હોય છે. થોડાક સમય પછી યુરિન, સ્પર્મ, લુબ્રિકન્ટ, પ્રાઇવેટ પાર્ટની ડેડ-સ્કિન અને ન દેખાય એવી રજકણો જમા થતાં એ ઑઇલી પદાર્થ જામીને ઘટ્ટ થઈ જાય છે અને આ દરેક વ્યક્તિમાં બને છે. જો નિયમિત એને સાફ કરી લેવામાં આવે તો એમાં વાસ મારવાની સમસ્યા નથી રહેતી. 

ફોરસ્કિન નીચે ઉતારીને અંદરના ખાંચાના ભાગને સાફ ન કરો તો સ્મેગ્મા જમા થયા કરે, જેને કારણે ફોરસ્કિન ટાઇટ પણ લાગી શકે. આ સમસ્યાનું સૉલ્યુશન બે ટાઇમની નિયમિત સફાઈ છે. હવેથી જ્યારે પણ નહાવા બેસો એ પહેલાં સહેજ કોપરેલ તેલથી ઇન્દ્રિયની માલિશ કરો અને ફોરસ્કિન નીચે ઉતારવાની હળવેથી કોશિશ કરો. નહાતી વખતે સાબુ અને ચોખ્ખું હૂંફાળું પાણી વાપરીને ફોરસ્કિન ઉપર-નીચે કરીને એ ભાગની સફાઈ કરો. આ રીતની નિયમિત સફાઈ ખૂબ જ જરૂરી છે. તમારી ગર્લફ્રેન્ડને પણ એ ભાગની સફાઈ સાબુથી કરવાનું કહો. સફાઈમાં નિયમિતતા રાખવી, નહીં તો થોડાક સમય પછી ફરી આવી જ સમસ્યા થઈ શકે.

columnists sex and relationships health tips