જાહેરમાં હસબન્ડ બહુ છૂટ લે છે, જે મને જરાય ગમતું નથી

10 January, 2023 03:58 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

જાતીય પ્રદર્શન દ્વારા બીજાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની ટેવ સભ્યતાની નિશાની નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મૅરેજને ત્રણ વર્ષ થયાં છે. કોઈ પ્રૉબ્લેમ નથી, પણ હસબન્ડની કેટલીક વિચિત્ર આદતોથી પરેશાન છું. બેડરૂમમાં તે બહુ આક્રમક નથી, પણ દિવસ દરમ્યાન બધાની હાજરીમાં વારેઘડીએ છૂટછાટ લઈ લે. નવાં-નવાં મૅરેજ હતાં એટલે એકાદ વર્ષ તો આસપાસના લોકો નજર ફેરવી લેતા, પણ તે સુધર્યા નહીં અને હવે તેમની છૂટછાટ વધી છે. લોકલમાં કે બસમાં બેઠા હોય ત્યારે પણ તેમનો હાથ પોતાના પ્રાઇવેટ પાર્ટ પાસે હોય. ક્યારેક તો તેઓ ઘરમાં ઝિપ ખોલીનેય ફરતા હોય. બહારનું કોઈ આવ્યું હોય ત્યારે માત્ર ટુવાલ વીંટીને ફરે. વિચિત્ર રીતે બેસે અને પાછી અન્ડરવેઅર ન પહેરી હોય. હું ટોકું તો કહે કે મને ખબર નહોતી. બહાર આવું કરતા હશે તો? પાડોશમાં રહેતી મહિલાઓ પણ તેમનાથી ડિસ્ટન્સ રાખે છે. આમ ખૂબ સારા છે, પણ અજાણ્યા લોકોની સામે મને પકડવાનું અને અડપલાં કરવાનું ભૂંડું વર્તન કરી બેસે છે. હું શું કરું? ગાઇડ કરશો. કાંદિવલી

આ પણ વાંચો : બ્રેસ્ટફીડ વખતે પ્રેગ્નન્સી ન રહે એવું વાઇફ કહે છે, શું એ સાચું છે?

જાહેરમાં બીજાને દેખાય એ રીતે જાતીય ચેષ્ટાઓ કરવી એ એક પ્રકારની માનસિક વિકૃતિ છે. જાતીય પ્રદર્શન દ્વારા બીજાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની ટેવ સભ્યતાની નિશાની નથી. કદાચ આ વાત તમારા હસબન્ડને સમજાય તો છે, પણ અચાનક જ આવતા આવેગોને કારણે એ સમજણ ટકતી નથી અને આવેગો બેકાબૂ બનતાં તેઓ મનમાં જે આવે છે એ વર્તન કરી લે છે.

આ પણ વાંચો : શરીર સાથ નથી આપતું એટલે મનમાં સેક્સના વિચારો રહ્યા કરે છે

જુઓ, આ વર્તનથી તેમની હેલ્થને કોઈ નુકસાન નથી, પણ સામાજિક રીતે એની બહુ ખરાબ અસરો છે. સૌથી પહેલાં તો તેમને જાહેરમાં આમ કરવાની આદત કઈ રીતે પડી અને કયા-કયા સંજોગોમાં તેમને ઇચ્છા થાય છે અને સાથોસાથ કયા સંજોગોમાં અર્જને કન્ટ્રોલમાં નથી રાખી શકતા એ સમજવું જરૂરી છે. એ માટે તમારે વહેલી તકે કોઈ સારા સેક્સોલૉજિસ્ટને મળી તેમને કન્સલ્ટ કરવા જોઈએ. તે ડૉક્ટર પાસે વધારે સારી રીતે અને ખૂલીને બોલશે એટલું નક્કી છે. સેક્સોલૉજિસ્ટ તેમની સમસ્યાનું મૂળ સમજીને બિહેવિયરલ મૉડિફિકેશન દ્વારા આ આદતને કેટલા અંશે દૂર કરી શકાય એ જોશે. અલબત્ત, એ પછી પણ સેલ્ફ-કન્ટ્રોલ હોવો જરૂરી છે. વર્તણૂક વધુ બગડે એ પહેલાં પ્રોફેશનલ હેલ્પ શક્ય હોય એટલી જલદી લઈ લો એ તમારા હિતમાં છે.

columnists sex and relationships health tips