ફિયાન્સે વારંવાર રિસાઈ જાય છે

31 March, 2023 05:15 PM IST  |  Mumbai | Sejal Patel

નવા સંબંધને સમજવા પહેલાં જ તમે શંકાઓ કરીને એની પરીક્ષાઓ કરવા લાગ્યા છો એને કારણે જે ઇમોશનલ બૉન્ડિંગ મજબૂત થવું જોઈએ એવું નથી થઈ રહ્યું

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મારી સગાઈને જસ્ટ ત્રણ મહિના જ થયા છે. અરેન્જ્ડ એન્ગેજમેન્ટ છે એટલે એકબીજાને ઓળખવા માટે અમને વધુ સમય જોઈતો હતો. અમે મ્યુચ્યુઅલી જ નક્કી કરેલું કે એક વરસ પછી જ લગ્ન કરીશું. જોકે આ ત્રણ મહિનાનો સમય બહુ જ ડિફિકલ્ટ ગયો. મને પર્સનલી એવું લાગે છે કે તેની અને મારી પર્સનાલિટી બહુ જ જુદી છે. તેને પોતાની ઑફિસમાં પણ એટલાબધા મિત્રો છે કે ન પૂછો વાત. ગર્લ્સ સાથે પણ તેને એટલી જ ઘનિષ્ઠતા છે. હું પણ ઑર્થોડૉક્સ નથી, પણ આટલી ફૉર્વર્ડ નથી થઈ શકતી. મેં તેને આ બાબતે બિન્ધાસ્ત પૂછી લીધું તો તેને એ વાત ઑફેન્સિવ લાગી. તેને બહુ ખોટું લાગી ગયું અને બે દિવસ વાત બંધ કરી દીધી. મારે જ મનાવવો પડ્યો. આ જ બાબતે ત્રણ મહિનામાં ત્રણ વાર તે રિસાઈ ગયો. દરેક વખતે મારે જ પહેલ કરવી પડી. મેં તો જોયું છે કે છોકરીઓ રિસાય, પણ આ તો મને ધમકી આપે છે કે હવે જો મેં તેની પર શંકા કરી તો તે હંમેશ માટે છોડી દેશે. આ સંબંધનું ભવિષ્ય શું?

રિસાવું તો છોકરીઓની નિશાની છે એવું કેમ માનો છો? ખરાબ લાગે તો પોતાની નારાજગી વ્યક્ત કરવાનો હક છોકરાઓને પણ એટલો જ હોવો જોઈએને? 

આ પણ વાંચો: દીકરાને હારવું ગમતું ન હોવાથી સ્પર્ધામાં જ ઊતરતો નથી

જ્યારે તમે તેની કોઈ વાત પર શંકા વ્યક્ત કરી ત્યારે તેને ખરાબ લાગ્યું છે, મતલબ કે તેને ખરાબ લાગવાનું કોઈક કારણ તો હતું જ. તમે પોતે જ સામેથી મનાવવા ગયા, મીન્સ તમને દિલથી લાગ્યું હશે કે તમારી શંકા કદાચ ખોટી હોઈ શકે. બરાબર? મને એવું લાગે છે કે નવા સંબંધને સમજવા પહેલાં જ તમે શંકાઓ કરીને એની પરીક્ષાઓ કરવા લાગ્યા છો એને કારણે જે ઇમોશનલ બૉન્ડિંગ મજબૂત થવું જોઈએ એવું નથી થઈ રહ્યું. વાત સાચી જ છે કે જો વારંવાર શંકા કરવી, રિસાવું અને મનાવવું એની સાઇકલ ચાલ્યા કરશે તો એ સંબંધ નબળો જ રહી જશે. સંબંધમાં કમિટમેન્ટ ઑલરેડી છે જ એટલે તમે થોડોક હક જતાવો એમાં કશું ખોટું નથી. દરેક વખતે બીજી કોઈ છોકરી સાથેના સંબંધોના નામે તેને સવાલ-જવાબના કઠેડામાં ઊભો કરી દેવાને બદલે આ વાતે શાંતિથી પણ મક્કમતાથી તમને જે નથી ગમતું એની સ્પષ્ટતા કરો. તમને જે નથી ગમતું એને સમજીને એ મુજબ તે બદલાવની તૈયારી દાખવવા તૈયાર છે? તો વાંધો નહીં આવે. 

columnists sejal patel sex and relationships life and style