સેક્સ પર કન્ટ્રોલ કરું તો બ્રેસ્ટ એકદમ ભારે થઈ જાય છે

27 December, 2022 05:01 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કામશાસ્ત્રમાં એક્સાઇટમેન્ટ આવે એવાં અનેક આસનો છે, જે પહેલી વાર જેવું એક્સાઇટમેન્ટ આપે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૨૭ વર્ષ છે, હું એક કૉર્પોરેટ કંપનીમાં જોબ કરું છું. ૬ મહિના પછી મારાં મૅરેજ થવાનાં છે અને મને મૅસ્ટરબેશનની એવી કોઈ આદત નથી. હા, ક્યારેક અનાયાસે ઊંઘમાં મારાથી મૅસ્ટરબેશન થઈ જાય અને નહીંતર ઊંઘમાં જ વજાઇના વૅટ થઈ જાય. હમણાંથી જ્યારે પણ મારા ફિયાન્સેને મળવાનું થાય ત્યારે હું અંદરથી એકદમ એક્સાઇટ થઈ જાઉં છું. અમને બન્નેને લાગે છે કે ફિઝિકલ ઇન્ટિમસી અત્યારે નહીં માણીએ તો લગ્ન સુધી એ રોમાંચ ટકી રહેશે. જોકે અમે એકમેકને હગ કે કિસ કરી લઈએ છીએ ત્યારે મારી વજાઇના એકદમ વૅટ થઈ જાય છે અને બ્રેસ્ટની નિપલ્સ ટાઇટ થઈ જાય છે. એમ છતાં મારાં ઇમોશન્સ અને આવેગો પર મારો કન્ટ્રોલ સારોએવો છે, પણ સમસ્યા એ છે કે એ પછી બ્રેસ્ટ્સ ખૂબ ભારે અને કડક થઈ ગયાં હોય એવું લાગે છે.

હલનચલન દરમ્યાન પણ દુઃખે. નિપલ્સ પણ એટલી ટાઇટ હોય કે ટાઇટ ટી-શર્ટ કે ડ્રેસમાં એકદમ ધારદાર દેખાય. શું હું સેક્સ માણીશ એ પછી પણ આવી સમસ્યા રહેશે? હા, જો ક્યારેક મૅસ્ટરબેશન કરું તો એ પછી મને આવું નથી થતું. બોરીવલી

એક વાત તો કહેવી જ પડે કે તમારો સેલ્ફ-કન્ટ્રોલ ખરેખર ઘણો સારો કહેવાય. રાધર, તમે બન્નેએ મ્યુચ્યુઅલી જે નક્કી કર્યું છે એ તમારા મૅરેજલાઇફની શરૂઆતને એક્સાઇટમેન્ટ આપનારું પુરવાર થશે જ થશે, પણ હા, એનો અર્થ એવો પણ નહીં કરવાનો કે જે આગળ વધે છે એ લોકોની મૅરેજલાઇફ શરૂ થતી હશે ત્યારે બોરિંગ બની જતી હશે. કામશાસ્ત્રમાં એક્સાઇટમેન્ટ આવે એવાં અનેક આસનો છે, જે પહેલી વાર જેવું એક્સાઇટમેન્ટ આપે.

જ્યારે એક્સાઇટમેન્ટ આવે અને પછી સેક્સ કે મૅસ્ટરબેશન ન કરવામાં આવે તો પુરુષને ટેસ્ટિકલ્સમાં ભરાવો થયો હોય એવું લાગે અને ફીમેલને બ્રેસ્ટ અને નિપલમાં એવો અનુભવ થાય જે સ્વાભાવિક છે. તમે એ પછી મૅસ્ટરબેશન લેશો તો એક્સાઇટ થયેલા હૉર્મોન્સ હળવાશ અનુભવે, જેને લીધે પેલું ભારેપણું ઓછું થઈ જાય.

મૅરેજ પહેલાં સેક્સ માટે નિયમ રાખો એ સમજાય પણ મૅસ્ટરબેશન પણ ન કરવું એવો આગ્રહ રાખવાની જરૂર નથી. કુદરતી આવેગોને એકાંતમાં પોતાની મેળે સંતોષી લેવામાં કશું જ ખોટું નથી.

columnists sex and relationships life and style