મોટાભાગે પુરુષો ગર્લફ્રેન્ડ અને પત્ની સામે ચલાવે છે આ 8 જૂઠ્ઠાણાં

05 August, 2022 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનેક કેસમાં લોકો ભૂલ છુપાવવા માટે સામી વ્યક્તિને ખોટું બોલે છે. કેટલાક લોકો તો એવા પણ હોય છે જે કોઈપણ કારણ વગર ખોટું બોલી દેતા હોય છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મહિલાઓ, પુરુષો અને બાળકો બધા ખોટું તો બોલતા જ હોય છે. ખોટું બોલવું એ એક મનુષ્ય સહજ સ્વભાવ હોય છે. આ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની રીત છે. પણ આનો અર્થ એ બિલકુલ નથી કે માત્ર મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ વ્યક્તિ ખોટું બોલે. ઘણીવાર તે પોતાના વિશેનું સત્ય છુપાવવા માટે પણ ખોટું બોલે છે. અનેક કેસમાં લોકો ભૂલ છુપાવવા માટે સામી વ્યક્તિને ખોટું બોલે છે. કેટલાક લોકો તો એવા પણ હોય છે જે કોઈપણ કારણ વગર ખોટું બોલી દેતા હોય છે. રિલેશનશિપમાં ખોટું બોલવાની વાત કરવામાં આવે તો ઘણીવાર લોકો ચર્ચા, વિવાદ, ઝગડો ટાળવા કે પાર્ટનરને ખુશ કરવા તથા તેને કોઈ દુઃખ ન થાય તે માટે પણ જૂઠ્ઠાણું ચલાવે છે એવામાં આજે તમને કેટલાક એવા કૉમન જૂઠ્ઠાણાં વિશે જણાવીએ જે મોટાભાગે પુરુષો પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડ કે મહિલા મિત્ર સામે સહજતાથી બોલી નાખે છે. જાણો આ વિશે..

હું સિંગલ છું- મોટેભાગે જોવામાં આવે છે કે રિલેશનશિપમાં હોવા છતાં જ્યારે પુરુષ અન્ય મહિલા તરફ આકર્ષિત થાય છે તો તે ખોટું બોલી દે છે કે તે સિંગલ છે. આ પ્રકારનું જૂઠ્ઠાણું ચલાવીને પુરુષો ઇચ્છે છે કે સામી મહિલા તેની સાથે વાત કરવાનું બંધ ન કરી દે.

હું તેને નહોતો જોતો- એવા અનેક કેસ સામે આવે છે જ્યારે પુરુષ પોતાની મહિલા પાર્ટનર સાથે બેઠા હતા. તો, એકાએક જ્યારે કોઈ અન્ય મહિલા સામેથી પસાર થાય છે તો પુરુષ તેને જોવા માંડે છે. જ્યારે પાર્ટનર એમ કરતાં ટોકે તો પુરુષ એ કહીને ટાળી દે અથવા ખોટું બોલે કે તે મહિલાને નહોતા જોતા પણ એકાએક કંઇક વિચારવા માંડ્યા.

મેં ક્યારેક સ્મોક નથી કર્યું મેં સિગરેટ છોડી દીધી છે- રિલેશનશિપમાં મોટાભાગે મહિલાઓ પુરુષોને સ્મોક કરતી અટકાવે છે ત્યારે પુરુષ કે પાર્ટનરને મળવાના થોડોક સમય પહેલા સ્મોક કરી લે છે અથવા જો પાર્ટનરને સિગરેટની વાસ આવે તો તે એમ કહીને ખોટું બોલે છે કે તેની સામે કોઈકે સિગરેટ પીધી હોવાથી વાસ આવે છે.

હું માત્ર તારા વિશે જ વિચારું છું- ઘણીવાર પાર્ટનરનું મન જીતવા માટે અને તેને દુઃખી ન કરવાના હેતુથી પુરુષો આ જૂઠ્ઠાણું ચલાવે છે કે તેના વિચારોમાં એ જ હતું.

હું તારા વગર એક પણ દિવસ નથી રહી શકતો- તમે ફિલ્મોમાં ઘણીવાર જોયું હશે કે બૉયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર કહે છે કે હું તારા વગર નહીં રહી શકું અને ફોન મૂકાયાની તરત પછી પાર્ટી શરૂ થઈ જાય છે અથવા કોઇક પાર્ટીની પ્લાનિંગ કરવા માંડે છે. આ પ્રકારનું ખોટું બોલીને પુરુષ પોતાના પાર્ટનરનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે છે.

પૈસાને લઈને જૂઠ્ઠાણું - મોટાભાગે લગ્ન પહેલા કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે પુરુષો આ ખોટું બોલે છે કે તેમની પાસે ઘણાં પૈસા છે. તો પરીણિત પુરુષો ઘણીવાર પોતાની પત્નીને પૈસા હોવા છતાં પૈસા ન હોવાને લઈને ખોટું બોલે છે.

લગ્ન પહેલા સેક્સ નહીં - કોઈપણ સ્ત્રીનું મન જીતવા માટે ઘણીવાર પુરુષો આ જૂઠ્ઠાણું ચલાવે છે કે તે લગ્ન પણ બિલકુલ પણ ઇન્ટિમેટ નહીં થાય. પણ જેવંુ છોકરી હા પાડી દે છે કે તે રિલેશનશિપમાં આવી જાય છે તો ગેમ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

તું પહેલી છોકરી છે જેની સાથે મને પ્રેમ થયો- છોકરા પોતાની પ્રમિકા કે પત્નીને ઘણીવાર ખોટું બોલે છે કે તેમને માત્ર એક જ વાર પ્રેમ થયો અને તે પણ તેની સાથે. અનેક વાર છોકરા પોતાના ભૂતકાળમાં રહી ચૂકેલી ગર્લફ્રન્ડ વિશે એ કારણસર પણ નથી જણાવતા કે તેમની પાર્ટનર અસુરક્ષિત ન અનુભવે.

જો કે, હવે તમે વિચારતા હશો કે શું છોકરા જ ખોટું બોલે છે, છોકરીઓ નહીં?  તો એવું બિલકુલ નથી પણ આ વિશે તમને આગામી આર્ટિકલમાં જોવા મળશે.

sex and relationships offbeat news