21 August, 2023 04:51 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૦ વર્ષની છે. સ્વભાવે બહુ ધાર્મિક છું અને એને જ કારણે કદાચ હું શરમાળ પ્રકૃતિનો થઈ ગયો છું. મારે કોઈ ગર્લફ્રેન્ડ પણ નથી. જોકે થોડા સમયથી હસ્તમૈથુનની આદત પડી છે. એ પછી હું તમારી કૉલમ નિયમિત વાંચતો થયો છું. તમે કહો છો કે હસ્તમૈથુન નિર્દોષ અને શરીર માટે જરૂરી પ્રક્રિયા છે, પણ તમે ક્યારેય એવું નથી કહ્યું કે એની ફ્રીક્વન્સી કેટલી રાખવી જોઈએ? મન તો ઘણી વાર થાય છે, પણ હું મહિનામાં ૧૦થી ૧ર વાર જ મૅસ્ટરબેશન કરું છું. ખૂબ જ ઓછું સ્પર્મ નીકળે એટલે હું ગાળો વધારી દઉં તો એને કારણે નાઇટફૉલ થઈ જાય છે. મારે સ્વપ્નદોષ ન થવા દેવો હોય તો ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી કેટલી રાખવી એ જણાવશો. મારો એક ફ્રેન્ડ તો દિવસમાં બેથી ત્રણ વાર મૅસ્ટરબેશન કરી શકે છે, પણ એને કારણે તેને ખૂબ ખીલ થાય છે. જો હું પણ તેના જેવું કરું તો ભવિષ્યમાં લગ્નજીવનને કોઈ આડઅસર થાય?
મલાડ
હસ્તમૈથુનની ઇચ્છા, જરૂરિયાત બધું જ વ્યક્તિ-વ્યક્તિએ બદલાતું હોય છે. ઉંમર અને બદલાતા હૉર્મોન્સના પ્રવાહ મુજબ ઇચ્છા પણ બદલાતી રહે છે એટલે ફ્રીક્વન્સી કેવી સેટ કરવી એ સવાલનો કોઈ જવાબ ન હોઈ શકે. કોઈ જવાબ આપે તો એને સાચો માનવો પણ નહીં.
પુરુષ-શરીરમાં સ્પર્મ સતત બનતું રહે છે, પણ જો ફ્રીક્વન્ટ્લી હસ્તમૈથુન કરવામાં આવે તો બીજી-ત્રીજી વારના મૅસ્ટરબેશનમાં સ્પર્મની માત્રા ઘટી જાય છે. આ એક નૅચરલ પ્રોસેસ છે. જ્યારે તમે અમુક દિવસો સુધી મૅસ્ટરબેશન કરો નહીં ત્યારે ફરી સ્પર્મની માત્રા જમા થઈ ગઈ હોવાથી એ સ્વપ્નદોષરૂપે છલકાઈ ઊઠે છે.
બીજી એક વાત સમજી લેવી જોઈએ કે આ કોઈ એવી ક્રિયા નથી જેમાં કૉમ્પિટિશન કરવી જોઈએ. ફલાણી વ્યક્તિ આટલી વાર કરે છે એટલે મારે પણ એનાથી વધુ વાર કરવી અને તો જ હું સેક્સ્યુઅલી સ્ટ્રૉન્ગ કહેવાઉં એવી જો ધારણા હોય તો એ યોગ્ય નથી. તમે આ ક્રિયા આનંદ મેળવવા માટે કરો છો, કોઈને બતાવવા કે વધુ સંખ્યા ગણાવવા માટે નહીં એટલું હંમેશાં યાદ રાખો. સેક્સમાં હંમેશાં ક્વૉલિટીથી સંતોષ મળે છે, ક્વૉન્ટિટીથી નહીં.