સેક્સની બાબતમાં હું વધારે ઍક્ટિવ થતી જઉં છું, શું કરું?

26 October, 2021 05:58 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આમ તો તમારી આ જે ઈ-મેઇલ છે એને અક્ષરશ: છાપવી જોઈએ. એ દેખાડે છે કે આજની ફીમેલ કઈ હદે ક્લિયર છે કે તેને શું જોઈએ છે અને તેને શામાં આનંદ આવે છે

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને દોઢેક વર્ષ થયું છે. અમારી સેક્સલાઇફ આમ તો બધી રીતે નૉર્મલ છે, પણ છેલ્લા અઢી-ત્રણ મહિનાથી એક પ્રૉબ્લેમ થયો છે. બેડમાં હું વધારે ઍક્ટિવ થતી જાઉં છું. યુનિવર્સલ પોઝિશન એટલે કે મેલ ઉપર અને ફીમેલ નીચે હોય એ પોઝિશન હવે મને નથી ગમતી. હું ઉપરની પોઝિશન પર આપોઆપ આવી જાઉં છું અને હસબન્ડને ઇન્ટિમેટ રિલેશન દરમ્યાન ગાઇડ કરવા માંડું છું. એ બધું પછીથી યાદ આવે એટલે મને બહુ શરમ આવે છે. હવે એ વધતું હોય એવું પણ મને લાગે છે, જેને લીધે હવે આછો ડર લાગે છે કે તેમને કેવું લાગશે? મને આ બધી કેવી રીતે ખબર પડે છે એના વિશે તે ખોટા વિચારો મનમાં લાવે અને ક્યાંક અમારી રિલેશનશિપ પર ખરાબ અસર પડે એવું તો નહીં બનેને?

ગોરગામનાં રહેવાસી

આમ તો તમારી આ જે ઈ-મેઇલ છે એને અક્ષરશ: છાપવી જોઈએ. એ દેખાડે છે કે આજની ફીમેલ કઈ હદે ક્લિયર છે કે તેને શું જોઈએ છે અને તેને શામાં આનંદ આવે છે. તમે કશું ખોટું કરતાં હો એવો ભય કે શરમ મનમાંથી કાઢી નાખો. તમારાથી કશું ખોટું નથી થઈ રહ્યું અને એવું પણ નહીં વિચારો કે તમારા હસબન્ડ કેવું વિચારશે. આજના સમયમાં ઘણી ફીમેલ પોતાની રીતે સેક્સલાઇફમાં ઍક્ટિવ હોય છે અને જ્યાં પણ તેને લાગે કે ગાઇડન્સ આપવું જોઈએ ત્યાં તે આપે પણ છે એટલે તમે કશું અજુગતું કે નવું નથી કરતાં. એમ છતાં ધારો કે મનમાં ગિલ્ટ ફીલ રહ્યા કરે તો એક વખત આ બાબતે હસબન્ડ સાથે વાત કરી લો.

મોટા ભાગની યુવતીઓને જ્યારે જાતીય આનંદની સાચી ખબર પણ નથી હોતી એવા સમયે તમે એ વિશે જાણો છો એ માટે તમારા હસબન્ડને પ્રાઉડ થવું જોઈએ. બેડમાં ઍક્ટિવ પાર્ટનર હોવો એ પણ ભારત જેવા દેશમાં દુર્લભ છે. તમારી ખુશી તમારે મેળવવાની હોય, પણ સાથોસાથ એ બાબતમાં જો તમારા હસબન્ડને અનુકૂળ ન આવતું હોય તો તમારે એ મુજબના ચેન્જ કરવા જોઈએ. જો એવું ન હોય તો જાતને સંકોચમાં રાખવાની કોઈ આવશ્યકતા નથી.

sex and relationships