ગે છું અને બેથી વધારે પાર્ટનર સાથે રિલેશન છે

28 August, 2023 04:16 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સેક્સલાઇફમાં જો બેમાંથી કોઈ એક પાર્ટનર પણ મલ્ટિપલ સંબંધો ધરાવતો હોય તો એ જોખમી છે, પછી એ નૉર્મલ વિજાતીય સંબંધોની વાત હોય કે હોમો અને લેસ્બિયન રિલેશનશિપની વાત હોય

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૯ વર્ષની છે અને કૉર્પોરેટ કંપનીમાં સિનિયર પોઝિશન પર છું. હું હોમો છું. મારે બે પાર્ટનર છે. પહેલાં મને પોઝિશનના કારણે બહુ પાર્ટનર મળી જતા અને હું એ બધા સાથે પૂરેપૂરું એન્જૉય પણ કરતો. જોકે સમય જતાં મને લાગ્યું કે હું મારી પોઝિશનનો ગેરલાભ લઉં છું એટલે જાત પર કન્ટ્રોલ લાવીને મેં એ પ્રવૃત્તિ બંધ કરી. હવે હું મારા જે બે પાર્ટનર છે એ બે સિવાય બીજા કોઈ સાથે અંતરંગ સંબંધોમાં ઊતરતો નથી. છેલ્લા થોડા સમયથી તમારી કૉલમ વાંચતાં મને મનમાં ડર ઘૂસ્યો છે કે મલ્ટિપલ પાર્ટનર્સ સાથે રહીને શું હું ચેપી રોગનો તો શિકાર નહીં બનુંને? હોમોસેક્સ્યુઅલિટીમાં મને પેસિવ રહેવું વધારે ગમે છે, પણ ક્યારેક હું ઍક્ટિવ રોલમાં પણ હોઉં. ક્યારેક અમે ઓરલ સેક્સ કરીએ ત્યારે મારા પાર્ટનરનું થોડુંક સ્પર્મ મારા મોંમાં પણ જાય છે. મોટા ભાગે હું ગળતો નથી. જોકે એવું સાંભળ્યું છે કે બૉડીફ્લુઇડ એક્સચેન્જ થવાથી એઇડ્સ જેવા રોગોનું ટ્રાન્સમિશન થાય છે. શું આ સાચું છે? જોખમ ઘટાડવા શું તકેદારી રાખી શકાય?
અંધેરી

સેક્સલાઇફમાં જો બેમાંથી કોઈ એક પાર્ટનર પણ મલ્ટિપલ સંબંધો ધરાવતો હોય તો એ જોખમી છે, પછી એ નૉર્મલ વિજાતીય સંબંધોની વાત હોય કે હોમો અને લેસ્બિયન રિલેશનશિપની વાત હોય, માટે તમે જે કહ્યું છે એ જોખમી તો છે જ. તમારા સવાલના વધારે ડીપમાં જઈએ તો તમે પોતે જ સ્વીકારો છો કે તમે બે વ્યક્તિ સાથે સંબંધ ધરાવો છો અને તે બન્નેને મલ્ટિપલ સંબંધો છે એટલે અહીં તો મલ્ટિપલથી પણ ચડે એ સ્તરના મલ્ટિપલ લેયર બની રહ્યા છે, જે દર્શાવે છે કે આ પ્રકારના સંબંધમાં પળોટાવાનું જોખમકારક છે.

જાતીય સંબંધો દરમ્યાન જનનાંગોમાંથી નીકળતા બૉડી-ફ્લુઇડથી એચઆઇવી એટલે કે એઇડ્સ પેદા કરવા માટે જવાબદાર હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસનો ચેપ લાગી શકે છે. જ્યારે પાર્ટનર્સ વચ્ચે વફાદારી ન હોય ત્યારે કૉન્ડોમ વિના સમાગમ કરવો એ ચેપી રોગને ખુલ્લું આમંત્રણ આપવા બરાબર છે. એમાંય ગે પાર્ટનર્સમાં એચઆઇવીનો સૌથી વધુ ફેલાવો થતો હોવાનું અત્યાર સુધીમાં નોંધાયું છે.

sex and relationships columnists life and style