ફીમેલ લેબર સાથે ફિઝિકલ થવાને લીધે પ્રાઇવેટ પાર્ટ પર ફોલ્લી થઈ છે

27 February, 2023 01:32 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારી પેનિસ પર ચાર-પાંચ નાની ફોલ્લી થઈ છે, જે થોડા સમયથી એમ જ રહે છે. મટતી પણ નથી અને વધતી પણ નથી

પ્રતીકાત્મક તસવીર

હું ૨૬ વર્ષનો છું. એન્જિનિયર છું અને સાઇટ ઇન્ચાર્જની મારી જૉબ છે. મારી પેનિસ પર ચાર-પાંચ નાની ફોલ્લી થઈ છે, જે થોડા સમયથી એમ જ રહે છે. મટતી પણ નથી અને વધતી પણ નથી. મારી સાઇટ પર આવતી એક લેબર સાથે ફિઝિકલ રિલેશન હતા. અઢી-ત્રણ મહિના સુધી અમારા રિલેશન રહ્યા, પણ પછી મેં જ એ અટકાવી દીધા. અગાઉ પણ એક ફીમેલ લેબર સાથે મારા આવા રિલેશન હતા. હવે મને ડર છે કે એ રિલેશનશિપને કારણે મને આ પ્રૉબ્લેમ આવ્યો હશે? શું આ એઇડ્સ હોઈ શકે? મારા એન્ગેજમેન્ટ થઈ ગયા છે, પણ હું આ ડરથી તેની સાથે પણ કોઈ છૂટછાટ લઈ શકતો નથી. મારે કરવું શું?

દહીસર

તમારી વાત પરથી દેખીતી રીતે તો એવું લાગે છે કે એ સામાન્ય ફોલ્લી હોઈ શકે છે એટલે ગભરાવાની જરૂર નથી. સામાન્ય રીતે શરીરમાં ક્યાંય પણ ફોલ્લી થાય અને પછી એ આપોઆપ મટી પણ જાય. તમે કહો છો કે ફોલ્લી વધતી પણ નથી અને ઘટતી પણ નથી તો બની શકે કે એ મસા હોય. જોકે એ તો પર્સનલ એક્ઝામિનેશન પછી તમારા ફિઝિશ્યન જ કહી શકે એટલે ગભરાવાને બદલે તમે તમારા ફૅમિલી ડૉક્ટરને મળીને તેમની સલાહ લો, ચોક્કસ એમાંથી છુટકારો મળશે; કારણ કે આ એઇડ્સની નિશાની નથી અને એઇડ્સની આવી નિશાની હોય પણ નહીં. જોકે અગત્યની વાત એ છે કે તમે ફિઝિકલ થવાની બાબતમાં થોડી મર્યાદા કેળવતા શીખો.

ફીમેલ લેબર જો તમારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા તૈયાર થઈ જતી હોય તો એ તેની મજબૂરી હોઈ શકે. સાઇટ ઇન્ચાર્જ છો એટલે ઇનડાયરેક્ટ્લી તમે તેના બૉસ થયા. પોતાની મજૂરી માટે તે તમને રોકી ન શકતી હોય એવી શક્યતા દેખાય છે અને ધારો કે એવું ન હોય તો પણ તમારે તમારા સ્ટૅન્ડર્ડને પણ ઓળખવું જોઈએ. ક્યારેય કોઈનો ગેરલાભ લેવો ન જોઈએ એવી એક સામાન્ય સલાહ છે. બાકી તમારા વર્ણનથી ક્યાંય એવું લાગતું નથી કે તમને એચઆઇવી હોઈ શકે. થોડા હાઇજીન રહેવાનો પ્રયાસ કરશો તો ભવિષ્યમાં આવો પ્રૉબ્લેમ ડેવલપ નહીં થાય.

life and style sex and relationships