હસબન્ડ સૅટિસ્ફૅક્શન નથી આપતા એટલે વેઇટ વધવા માંડ્યું છે

03 January, 2023 04:35 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

અમુક ઉંમર પછી હૉર્મોનલ ચેન્જિસને કારણે સ્ત્રી લગ્ન કરે કે ન કરે, તેના ફિગરમાં ચેન્જિસ આવે જ છે

પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)

બધા કહેતા હોય છે કે મૅરેજ પછી છોકરી ભરાવદાર બનશે. તો શું સેક્સ અને જાડા થવાને કોઈ સંબંધ છે? ક્યાંક વાંચ્યું હતું કે અનસૅટિસ્ફાઇડ ફીમેલ જલદી જાડી થઈ જાય છે. પતિ ફોરપ્લે કર્યા વિના જ સેક્સ કરે અને પછી જો વાઇફને સૅટિસ્ફૅક્શન મળ્યું કે નહીં એની દરકાર રાખ્યા વિના સૂઈ જાય તો હૅપીનેસથી દૂર રહી ગયેલી ફીમેલ જાડી થઈ જાય. શું આ ખરેખર સાચું છે? મારાં મૅરેજને ત્રણ વર્ષ થયાં છે અને મને એક બાળક છે. મને પણ ક્યારેક અસંતોષ રહે છે. હવે હું ફરિયાદ કરવાને બદલે મૅસ્ટરબેટ કરી લઉં છું, એને લીધે મારું વેઇટ છેલ્લાં બે વર્ષમાં લગભગ આઠેક કિલો જેટલું વધ્યું છે. મારી જે ફ્રેન્ડ્સની સેક્સ-લાઇફ ખૂબ એક્સાઇટિંગ છે તેમને વજન વધવાની સમસ્યા નથી. તો શું આ વાત સાચી કે અનસૅટિસ્ફાઇડ સેક્સ-લાઇફને કારણે વેઇટ વધે?
કાંદિવલી

દરેક સ્ત્રી લગ્ન પછી જાડી થઈ જ જાય એ જરૂરી નથી. રાધર અમુક ઉંમર પછી હૉર્મોનલ ચેન્જિસને કારણે સ્ત્રી લગ્ન કરે કે ન કરે, તેના ફિગરમાં ચેન્જિસ આવે જ છે. ફોરપ્લેનો અભાવ કે સૅટિસ્ફૅક્શન ન મળતું હોવાને કારણે સ્ત્રીઓ જાડી થઈ જતી હોય એ વાત ક્યાંય સાયન્ટિફિકલી પ્રૂવ નથી થઈ, પણ સ્ત્રી સાથે કંઈક અણગમતું થતું હોય કે પછી તે સ્ટ્રેસમાં રહેવા માંડે તો સ્વાભાવિક રીતે તેનું વજન ઘટવું જોઈએ. હા, ઍન્ગ્ઝાયટી કે અસંતોષ રહેતો હોવાને કારણે વ્યક્તિનું ફ્રસ્ટ્રેશન ખાવા પર નીકળતું હોય તો કદાચ વજન વધી શકે. 

તમને જો ફોરપ્લે અને આફ્ટરપ્લેનો આનંદ માણવાનું ગમતું હોય અને પતિ એમાં સમય ફાળવતો ન હોય તો તમારે પતિ સાથે શાંતિથી એ વિશે વાત કરવી જોઈએ. તમે જ રોમૅન્ટિક બનીને ફોરપ્લેની શરૂઆત કરી શકો છો. એમ કરવાથી તેને પણ હળવી પળોમાં ખેંચાવાનું મન થશે. એક વાત હું વારંવાર કહું છું કે બોલશો નહીં, કહેશો નહીં તો ખબર કેવી રીતે પડશે. તે કેવી રીતે વર્તે તો તમને સૅટિસ્ફૅક્શન મળે એ તમારે તેને કહેવું પડે.

વાત રહી તમારા વેઇટની, તો એનું કારણ શોધવા માટે તમારે તમારી લાઇફસ્ટાઇલ ચેક કરવી જોઈએ. તમારી ખાનપાનની આદતો અને શારીરિક પ્રવૃત્તિનું પ્રમાણ કેટલું છે એ પણ જોવું જોઈએ. એક્સરસાઇઝ માટે સમય ફાળવી પોષણયુક્ત અને સંતુલિત ડાયટ લેવાનું શરૂ કરશો તો વેઇટ વધતું અટકશે.

columnists sex and relationships life and style