તમારો ફોન હેક થઇ શકે છે, પબ્લિક WiFi થી કેટલું જોખમ છે તે જોણો

07 July, 2019 11:58 PM IST  |  Mumbai

તમારો ફોન હેક થઇ શકે છે, પબ્લિક WiFi થી કેટલું જોખમ છે તે જોણો

Mumbai : ભારતમાં જ્યારે ડિજિટલ ઈન્ડિયાની વાતને આગળ ધરી હાલ મોટાભાગનાં સ્થળોએ ફ્રી વાઈફાઈની સુવિધા આપવાની જાહેરાતો કરવામાં આવે છે. ફ્રીમાં મળતી કોઈપણ વસ્તુ સૌને આકર્ષતી હોય છે, પરંતુ દરેક ફ્રી વસ્તુ કે સગવડ એટલી સુરક્ષિત નથી હોતી. ઇન્ટરનેટના આ યુગમાં સામાન્ય રીતે આપણે ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરીએ છીએ. તેનું મુખ્ય કારણ વાઇફાઇમાં મળતી સ્પીડ મોબાઇલ ડેટા દ્વારા મળતી સ્પીડથી ઝડપી હોય છે.


રેલવે સ્ટેશન હોય કે શોપિંગ મોલ દરેક જગ્યાએ પબ્લિક વાઇફાઇ મળી જશે. આ પબ્લિક વાઇફાઇની સેવા ફ્રી હોય છે. પરંતુ શું તમે જાણો છો આ પબ્લિક વાઇફાઇની ફ્રી સેવા લેવી તમારા માટે ભારે પણ પડી શકે છે? જો હેકરે પબ્લિક વાઇફાઇ દ્વારા તમારો સ્માર્ટફોન હેક કરી લીધો તો એમની પાસે તમારી તમામ જાણકારી પહોંચી શકે છે. તમારી દરેક એક્ટિવિટીને હેકર ટ્રેક કરી શકે છે.


જો યોગ્ય રીતે કન્ફીગર નથી તો હેકર્સ સરળતાથી વાઇ-ફાઇ રાઉટર ક્ન્ટ્રોલ કરી શકે છે. તે જાણી શકે છે કે ડેટાનો ઉપયોગ તમે કયા કામ માટે કરો છો. હેકર્સ જાણે છે કે ફ્રી વાઇ-ફાઇ શોધતા લોકોને કન્ફ્યૂઝ કરવાનું સરળ છે. ઘણી સંભાવનાઓ છે કે જ્યારે તમે ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક શોધી રહ્યા છો ત્યારે તમે કોઇ હેકરના નકલી કનેક્શનને પકડી લો. સ્કેમર મોટા ભાગે ભળતા નામોથી પોતાનું કનેક્શન મેળવે છે. જેમ કે CAFE_WIFI કે WIFICAFE, હવે તેમાંથી એક સાચું છે અને બીજું નકલી છે. તેને ત્યાં સુધી ઓળખી શકાય નહીં જ્યાં સુધી તમે અસલીની પૂરી માહિતી ન મેળવી લો. જે મોટા ભાગે પોસ્ટર પર મળે છે અથવા માલિકથી મેળવી શકાય છે.


ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે આ પાંચ વાતનું ધ્યાન રાખો
1) ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરવો હોય તો એવી સાઇટ્સ પર જવાથી બચો, જ્યાં પર્સનલ માહિતીઓ આપવી પડે. બેન્ક એકાઉન્ટ, આધાર નંબર,ઘરનું સરનામું ફ્રી કનેક્શનથી કોઇ સાઇટ્સને આપવાં નહીં.

2) નેટવર્ક વેરિફાય કરો. એરપોર્ટ, રેલવે સ્ટેશન જેવી જગ્યાઓ પર ફ્રી વાઇ-ફાઇ સાઇટનું ઓફિશિયલ લોગઇન પેજ હોય છે. જો એ દેખાય નહીં તો તે એ નથી જેને તમે શોધી રહ્યા છો.

3) HTTPS વેબસાઇટ્સ જ સર્ફ કરો. જો માત્ર HTTP છે તો સર્ફિંગ કરવું જોખમી છે.

4) એન્ટિવાઈરસ તે સોફ્ટવેરથી બચાવે છે, જેનું કામ સિસ્ટમમાં ઘૂસવાનું છે. ફાયરવોલ એનેબલ્ડ રાખો. અઘરા પાસવર્ડ રાખો.

5) વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN)નો ઉપયોગ કરો. પબ્લિક વાઇ-ફાઇમાં એ તમને સુરક્ષિત રાખે છે. સ્ટાર્ટિંગ પોઇન્ટથી વેબસાઇટ સુધી સિક્યોર કરે છે.

technology news