Xiaomi લોન્ચ કરશે દુનિયાનો પહેલો ડબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન

17 March, 2019 06:05 PM IST  | 

Xiaomi લોન્ચ કરશે દુનિયાનો પહેલો ડબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન

જૂનમા લોન્ચ થશે ભારતમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન

સ્માર્ટફોનની દુનિયામાં xiaomiએ ક્રાંતિ લાવી છે. સસ્તો ફોન અને ઘણા બધા ફિચર્સ સાથે xiaomi લોકોની પસંદ બન્યું છે. સેમસંગ અને હુઆઈ બાદ xiaom પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. હમણા જ xiaomiએ red mi 7 લોન્ચ કર્યો છે. ફિચરની બાબતમાં ફરી વધારો કરતા xiaomiએ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન્સની સિરીઝ જૂનથી માર્કેટમાં અવેલેબલ રહેશે.

xiaomi હમેશા તેની કિંમતના કારણે લોકોની પસંદ બન્યું છે. સેમસંગ અને હુવાઈ દ્વારા કરવામાં આવેલા ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત ઘણી ઉચી છે જ્યારે માનવામાં આવી રહ્યુ છે કે, xiaomiના આ ફોનની કિંમત સેમસંગ અને હુવાઈના મુકાબલે ઓછી રહેશે.
સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોનની ભારતીય બજારમાં કિંમત 1.4 લાખથી શરુ થાય છે જ્યારે હુવાઈના આ સ્માર્ટફોનની કિંમત 1.8 લાખ શરુ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે, xiaomiના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની કિંમત 70,000 હજારની આસપાસ રહેશે. જે સેમસંગ અને હુવાઈ કરતા ઘણી ઓછી છે.

 

આ પણ વાંચો: વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

 

xiaomiના આ સ્માર્ટફોન મે અથવા જૂનમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન્સને પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ તે ભારત સાથે અન્ય દેશોમાં લોન્ચ કરાશે. xiaomiના વાઈસ પ્રેસિડેન્ટ વાંગ શિયાંગે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો હતો જેમા તે ફોલ્ડેબલ સ્માર્ટફોન વાપરતા નજર આવી રહ્યા છે. ફોલ્ડેબલ ફોન રસીકો આવનારા થોડા જ સમયમાં આ ફોન ખરીદી શકશે.

xiaomi