ગેમિંગ સ્માર્ટફોન બ્લેક શાર્ક 2 ભારતમાં થશે 27મેએ લોન્ચ

20 May, 2019 03:37 PM IST  | 

ગેમિંગ સ્માર્ટફોન બ્લેક શાર્ક 2 ભારતમાં થશે 27મેએ લોન્ચ

ભારતમાં થશે 27મેએ થશે લોન્ચ

શાઓમીની સબ બ્રાન્ડ બ્લેક શાર્કે તેના લેટેસ્ટ ગેમિંગ સેન્ટ્રિક સ્માર્ટફોન બ્લેક શાર્ક 2ના ભારતમાં લોન્ચ થવાની તારીખની જાહેરાત કરી છે. બ્લેક શાર્ક 2 ભારતમાં 27મે એ લોન્ચ કરાશે અને આ માટે મીડિયાને આમત્રંણ મોકલવાનું પણ શરુ કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું હતું કે, ગેમિંગ એક્સેસરીઝ જેવા કે ગેમપેડ 2.0 સહિત અન્ય એક્સેસરીઝને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો કે હાલ આ સ્માર્ટફોનની કિમતની જાણકારી આપવામાં આવી નથી.

આ પહેલાં, સ્માર્ટફોનને ભારતના India’s Bureau of Indian Standards (BIS) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો હતો, જેનાથી ભારતીય માર્કેટમાં આ ફોન જલદીથી આવવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફોન આ વર્ષે પ્રારંભમાં ચાઇનામાં આ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. બ્લેક શાર્કની ભારતીય બજારમાં કિમત લગભગ 32,000 રુપિયાની આસપાસ છે. ફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત લગભગ રૂ. 43,000 છે.

આ પણ વાંચો: Redmi Note 7S: 48 મેગાપિક્સલ કેમેરા સાથે આજે લોન્ચ થશે ફોન

સ્માર્ટફોનની મુખ્ય વિશેષતાઓમાં લિક્વિડ કૂલિંગ 3.0 સહિત 6.39 ઇંચનું પૂર્ણ એચડી + ડિસ્પ્લે છે. આ ગેમિંગ ફોનમાં ઑક્ટા-કોર ક્વાકૉમ સ્નેપડ્રૅગન 855 પ્રોસેસર સાથે adreno 640 GPU આપવામાં આવેલ છે.

xiaomi tech news