Black Shark 2 ગેમિંગ સ્માર્ટફોન 12GB RAM સાથે ભારતમાં લોન્ચ, જાણો વિગતો

27 May, 2019 05:03 PM IST  | 

Black Shark 2 ગેમિંગ સ્માર્ટફોન 12GB RAM સાથે ભારતમાં લોન્ચ, જાણો વિગતો

Black Shark 2 ગેમિંગ સ્માર્ટફોન 12GB RAM સાથે ભારતમાં લોન્ચ

શાઓમીની બ્લેક શાર્કે ભારતીય બજારમાં તેનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ભારતમાં શાઓમીની સબ બ્રાન્ડ બ્લેક શાર્ક દ્વારા 'બ્લેક શાર્ક 2'ને લોન્ચ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ ગેમિંગ સેન્ટ્રિક સ્માર્ટફોન બ્લેક શાર્ક 2ના ભારતમાં લોન્ચ થવાની જાહેરાત પહેલાથી જ કંપનીએ કરી હતી. આ ફોન 4 જૂનથી માર્કેટમાં ઉપલબ્ધ રહેશે. આ ફોનની સીધી ટક્કર ભારતીય માર્કેટમાં પહેલાથી જ હાજર ગેમિંગ ફોન nubia red magc અને asus ROG સાથે થશે.

Black Shark 2 ગેમિંગ સ્માર્ટ ફોન આ પહેલા ચીન લોન્ચ થઇ ચુક્યો છે

આ પહેલાં, સ્માર્ટફોનને ભારતના India’s Bureau of Indian Standards (BIS) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો હતો. જેના કારણે આ ફોન આવાતા અઠવાડિયાથી ભારતીય માર્કેટમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ફોન આ વર્ષે પ્રારંભમાં ચાઇનામાં આ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. બ્લેક શાર્કની ભારતીય બજારમાં 6 જીબી રેમ અને 128 જીબી મેમરી વેરિયન્ટની કિંમત 39,999 રુપિયા અને ફોનના 12જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત રૂ. 49,999 રાખવામાં આવી છે.

આ પણ વાંચો:OPPO Reno 10x Zoom પ્રીમિયમ સ્માર્ટફોન, આ તારીખે ભારતમાં થશે લોન્ચ

સ્માર્ટફોનની મુખ્ય વિશેષતાઓમાં લિક્વિડ કૂલિંગ 3.0 સહિત 6.39 ઇંચનું પૂર્ણ એચડી + ડિસ્પ્લે છે. આ ગેમિંગ ફોનમાં ઑક્ટા-કોર ક્વાકૉમ સ્નેપડ્રૅગન 855 પ્રોસેસર સાથે adreno 640 GPU આપવામાં આવેલ છે. આ સિવાય ફોનમાં 4,000 Mahની દમદાર બેટરી આપવામાં આવી છે. ફોનમાં ડ્યૂલ રીઅર કેમેરા આપવામા આવ્યા છે જેમાંથી એક 48 મેગાપિક્સલ અને બીજો 12 મેગાપિક્સલનો રહેશે. શાર્પ સેલ્ફી માટે ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છો. આ સિવાય ફોનમાં ઘણા નવા ફિચર્સ જોવા મળશે. જો કે આ ફોનની ખાસિયત છે તેની ગેમિંગ જે દર્શકોને તેની તરફ આકર્ષિત કરી શકે છે.

tech news gujarati mid-day