Xiaomi એ Mi LED સ્માર્ટ બલ્બ વેચવાનું શરૂ કર્યું, જાણો શું છે કિંમત

14 June, 2019 10:54 PM IST  |  મુંબઈ

Xiaomi એ Mi LED સ્માર્ટ બલ્બ વેચવાનું શરૂ કર્યું, જાણો શું છે કિંમત

Xiaomi LED Smart Bulb

છેલ્લા ઘણા સમયથી ચીનની Xiaomi કંપની ભારતમાં લોકપ્રિય બની રહી છે. મોબાઇલની દુનિયામાં આ ચીની કંપનીએ ભારતમાં સેમસંગ, એપ્પલ જેવી કંપનીને હંફાવી દીધી છે. ત્યારે હવે આ કંપનીએ ઇલેક્ટ્રોનીક ક્ષેત્રે ઝંપલાવ્યું છે અને અન્ય વર્ષો જુની ભારતીય કંપનીને ઝટકો આપી દીધો છે. Xiaomi કંપનીએ હવે ભારતીય બજારમાં LED સ્માર્ટ બલ્બનું વેચાણ શરૂ કર્યું છે.

જાણો શું છે સ્માર્ટ બલ્બની કિંમત
શાઓમીના આ સ્માર્ટ બલ્બની કિંમત રૂ. 1,299 છે. ક્રાઉડફંડિંગમાં શાઓમીને એમઆઇ એલઇડી બલ્બને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ એપ્રિલમાં રેડમી વાય 3 ના લોન્ચ સાથે એમઆઇ એલઇડી સ્માર્ટ બલ્બની જાહેરાત કરી હતી. તથા એપ્રિલમાં ક્રાઉડફંડિંગ દરમિયાન એમઆઇ એલઇડી સ્માર્ટ બલ્બ 999 રૂપિયામાં ઉપલબ્ધ હતો. જો કે, હવે તે 300 રૂપિયા મોંઘો થઇ ગયો છે. એમઆઇ ડોટ કોમ, એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા શાઓમીના આ સ્માર્ટ બલ્બ માટે ઓર્ડર કરી શકાય છે.

શું છે ખાસીયત...
Xiaomi ઈન્ડિયાએ ભારતમાં સ્માર્ટ બલ્બ લોન્ચ કર્યા છે. એમઆઈનાં આ સ્માર્ટ બલ્બમાં વર્ચુઅલ આસિસટન્ટ અમેઝન એલેક્સા અને ગૂગલ આસિસટન્ટ બંનેને સપોર્ટ મળશે. Xiaomiનાં આ સ્માર્ટ બલ્બમાં 16 લાખ રંગ છે, જેની લાઈફ 11 વર્ષ છે. આ બલ્બને એમઆઈ હોમ એપ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે. જેનું વેચાણ કંપનીની વેબસાઈટથી આજથી થશે. જોકે, કંપનીએ તેની કિંમત થોડીક વધુ રાખી છે.

આ બલ્બની ક્ષમતા 10 વૉટની છે. આ બલ્બની સાથે હોલ્ડરને અલગથી ખરીદવું પડશે. બલ્બનાં સેટઅપની વાત કરીએ તો, તેને એમઆઈ હોમ એપ દ્વારા કંટ્રોલ કરી શકાશે. જોકે, આ બલ્બ માટે વાઈ-ફાઈ અને વીજળીની જરૂર પડશે. તો એપ દ્વારા બલ્બનાં રંગો બદલી શકાશે, સાથે જ ઓન અને ઓફ પણ કરી શકાશે. આ બલ્બમાં કેટલીવાર બાદ બલ્બનો રંગ બદલવો તે પણ સેટ કરી શકાશે.

technology news xiaomi