Redmi Note 7S: 48 મેગાપિક્સલ કેમેરા સાથે આજે લોન્ચ થશે ફોન

20 May, 2019 12:33 PM IST  | 

Redmi Note 7S: 48 મેગાપિક્સલ કેમેરા સાથે આજે લોન્ચ થશે ફોન

Redmi Note 7S સ્માર્ટફોનનું આજે ભારતમાં લોન્ચિંગ

Redmi Note 7S સ્માર્ટફોન આજે ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યો છે. આ સાથે જ શાઓમીના ઈન્ડિયાના હેડ મનુ કુમારે એક ટીઝર ફોટો પોસ્ટ કર્યો હતો આ ફોટોમાં તેમના હાથમાં એક ફોન જોઈ શકાય છે. જેમા રેડ કલર વેરિયન્ટ દેખાઈ રહ્યો છે. આ ફોનને ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર લાવવાની વાત પણ કન્ફર્મ કરવામાં આવી છે. Redmi Note 7Sને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા લોન્ચ કરવામાં આવશે.

માનવમાં આવી રહ્યુ છે કે Redmi Note 7Sની કિમત Redmi Note 7 અને Redmi Note 7 proની વચ્ચે હોઈ શકે છે. Redmi Note 7 સિરીઝના ફોનની લોવેસ્ટ કિંમત 10,300 છે જ્યારે હાઈએસ્ટ 14,500 છે. Redmi Note 7S પણ આ જ રેન્જનો હોવાનું માનવમાં આવી રહ્યું છે.

આ હોઈ શકે છે ખાસ ફીચર્સ

Redmi Note 7Sમાં ડયૂલ રિયર કેમેરા આપવામાં આવી શકે જેમાં પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો હોવાનું માનવમાં આવી રહ્યું છે. આ સાથે જ Redmi Note 7Sમાં રિયર ફિંગરપ્રિન્ટ સેંસર પણ આપવામાં આવી શકે છે. કંપની દ્વારા આ ફોનના કેટલાક સેમ્પલ્સ પણ જાહેર કરાયા હતા જેના પ્રમાણે ફોનમાં ડિટેલ્ડ ડેલાઈટ શૉટ્સ અને ડેપ્થ ઓફ ફીલ્ડ પોટ્રેટ મોડ જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે. આ સિવાય Redmi Note 7S દ્વારા લો-લાઈટ શૉટ્સ પણ 48 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા સાથે ક્લિયર રિઝલ્ટ મેળવી શકાશે

xiaomi technology news tech news