xiaomiનો ગેમિંગ સ્માર્ટફોન 'બ્લેક શાર્ક' થશે ભારતમાં લોન્ચ

01 March, 2019 03:30 PM IST  | 

xiaomiનો ગેમિંગ સ્માર્ટફોન 'બ્લેક શાર્ક' થશે ભારતમાં લોન્ચ

લોન્ચ કરાશે ગેમિંગ સ્માર્ટ ફોન

બેસ્ટ ગેમિંગ એક્સપિરિયન્સ માટે જાણીતી કંપની Black shark ભારતીય ગેમર્સને નવો અનુભવ કરાવવા આવી રહી છે. xiaomiની કંપની Black shark બેંગ્લોરમાં તેની ઓફીસ ખોલી રહી છે અને આ માટે જ ટીમ બનાવવાનું પણ શરુ કરી દીધુ છે. xiaomiએ કાલે જ Redmi note 7 અને Redmi note 7 pro લોન્ચ કર્યા છે. ભારતીય ગેમર્સને બેસ્ટ ગેમિંગ એક્સપિરિયન્સ કરાવવા માટે xiaomi Black shark ગેમિંગ સ્માર્ટ ફોન સાથે આવી રહ્યું છે.

શું છે Black sharkના ફિચર્સ

Black shark ગેમિંગ સ્માર્ટફોન 5.99 ઈંચની એલસીડી ડિસ્પ્લે સાથે આવશે. આ સિવાય સ્પીડનો અનુભવ કરાવવા સ્નેપડ્રેગન ક્વાલકોમ 845 પ્રોસેસર આપવામાં આવશે સાથે જ ગ્રાફિક્સ માટે એડ્રિનો 630 સિસ્ટમ આપવામાં આવી રહી છે. Black shark ફોન એન્ડ્રોઈડ ઓરિયો 8.0 વર્ઝન સાથે આવશે. ફોનમાં 6જીબી અને 8 જીબી રેમના વિકલ્પ આપવામાં આવશે. Black sharkમાં બે પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે થે 12 અને 20 મેગાપિક્સલનો રહેશ અને 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવશે. ફોનમાં 4000 MaHની બેટરી સાથે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવશે.

Black shark તેના ગેમિંગ એક્પિરિયન્સને લઈને જાણીતુ છે. આ સ્માર્ટફોન્સ હમેશા તેના યુઝર્સને બેસ્ટ એક્સપિરિયન્સ કરાવે છે. ગેમિંગ ફોનને ધ્યાનમાં રાખીને ફોનમાં સ્પીડ અને ખાસ કરીને ગ્રાફીક્સનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ફોન થોડા જ સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.