30 વર્ષનું થયું વર્લ્ડ વાઈડ વેબ, ખાસ ડૂડલ સાથે ગૂગલે મનાવ્યો બર્થ ડે

12 March, 2019 10:59 AM IST  |  ટેક ડેસ્ક

30 વર્ષનું થયું વર્લ્ડ વાઈડ વેબ, ખાસ ડૂડલ સાથે ગૂગલે મનાવ્યો બર્થ ડે

ગૂગલનું આજનું ખાસ ડૂડલ

આખી દુનિયાને જોડીને વૈશ્વિક ગામ બનાવી દેનાર વર્લ્ડ વાઈડ વેબ મંગલવારે 30 વર્ષનું થઈ ગયું. આમ તો ઈન્ટરનેટ ઘણા સમયથી અસ્તિત્વમાં આવી ગયું હતું, પરંતુ wwwની શરૂઆત 12 માર્ચ 1989ના દિવસે થઈ હતી. આ ખાસ દિવસને ગૂગલ પણ ખાસ અંદાજમાં મનાવી રહ્યું છે.

ગૂગલે આજે એક ડૂડલ બનાવ્યું છે જેમાં ગૂગને ડિજિટલ લેંગ્વેજમાં જોઈ શકાય છે. અને વચ્ચે 90ના દાયકાનું કમ્પ્યૂટર છે, જે ઈન્ટરનેટ સાથે જોડાયેલું છે.

પોતાના જન્મ  બાદ આ 30 વર્ષોમાં જ્યાં વર્લ્ડ વાઈડ વેબએ દુનિયાને એકબીજા સાથે જોડી છે. ત્યાં જ લોકો માટે માહિતી મેળવવાના અનંત સાધનો પણ ઉપલબ્ધ કરાવ્યા છે. તમારે કાંઈ પણ જાણવું હોય કે માહિતી મેળવવી હોય તો બસ ઈંટરનેટ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરી દો, બધી જાણકારી તમારી સામે હશે.

wwwની શોધ કરનાર ટિમ બર્નર વિશે જે જાણકારી ઉપલબ્ધ છે તેના અનુસાર તેમનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. તેઓ શરૂઆતથી જ આ વસ્તુઓ પ્રત્યે આકર્ષિત હતા અને ક્વીન્સ અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાં ભણ્યા બાદ તેમણે આ દિશામાં કદમ આગળ વધાર્યા. આ દરમિયાન તેમણે ફિઝિક્સમાં ડિગ્રી પણ મેળવી.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે ડૂડલના માધ્યમથી સ્ત્રીશક્તિને કરી સલામ

દુનિયાની પહેલી વેબસાઈટ હતી http://info.cern.ch/ hypertext/ WWW/ TheProject.html. જે 6 ઑગસ્ટ 1991ના દિવસે પબ્લિશ કરવામાં આવી હતી. આ વેબસાઈટને wwwના નિર્માતા ટિમ બર્નર્સ લીએ બનાવી હતી. બર્નર એક યૂરોપીય સંગઠન યૂપોરિયન ઓર્ગેનાઈઝેશન ફૉર ન્યૂક્લિયર રીસર્ચ માટે કામ કરતા હતા.

google