World Television Day: તમને ખબર છે ટીવીની શોધ કોણે અને ક્યારે કરી?

21 November, 2020 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

World Television Day: તમને ખબર છે ટીવીની શોધ કોણે અને ક્યારે કરી?

પ્રતિકાત્મક તસવીર

આજે ‘World Television Day’ છે. ટેલિવીઝનમાં સમય જતા ઘણી ક્રાંતિ આવી છે. ટેલિવીઝનથી આપણને મનોરંજન, એજ્યુકેશન, વિશ્વના દરેક ખૂણાના સમાચારો તેમ જ રાજકીય પરિસ્થિતિ પણ જાણવા મળે છે. માહિતી આપનારુ આ યંત્ર એજ્યુકેશન અને મનોરંજનનો મુખ્ય સ્રોત છે. ટેલિવીઝન એ વિજ્ઞાનનો સૌથી સુંદર આવિષ્કાર છે.

વર્લ્ડ ટેલિવીઝન ડે મીડિયાની શક્તિનું પ્રતિબિંબ ઉપરાંત લોકોના જીવનધોરણને આકાર આપવાની સાથે વૈશ્વિક ધોરણે રાજનીતિ ઉપર પણ આ યંત્રથી અસર પડી શકે છે.

પહેલા વર્લ્ડ ટેલિવીઝન ડેને ઉજવણી કરવાની શરૂઆત 21 નવેમ્બર, 1996ના રોજ થઈ હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્લ્ડ ટેલિવીઝન ડે નામ આપ્યુ હતું. આજના દિવસે જ વિશ્વના વિવિધ સ્થળે ટેલિવીઝન ઉપર પ્રસારિત થતા શો અને તેમની ભૂમિકા બાબતે ચર્ચા વિચારણા કરવા મીટિંગો થાય છે.

26 જાન્યુઆરી, 1926ના રોજ જૉન લૉગી બેયર્ડે ટીવી બનાવ્યુ હતું. બેયર્ડ અને તેમની ટીમ તેમ જ તેમના સહાયક વિલિયમ ટાઈટન પહેલા વ્યક્તિ હતા જે સૌ પ્રથમ ટીવી ઉપર પ્રસારિત થયા હતા.

ભારતમાં પહેલી વખત ટીવી વર્ષ 1950માં આવ્યુ હતું. ચેન્નઈના એક એન્જિનિયર વિદ્યાર્થીએ એક્ઝીબિશનમાં પહેલી વખત ટેલિવીઝન ડિસ્પ્લે કર્યુ હતું. ભારતમાં પહેલુ ટેલિવીઝન સેટ કોલકાતાના એક અમીર કુટુંબે ખરીદ્યુ હતું. વર્ષ 1965માં ઑલ ઈન્ડિયા રેડિઓ દરરોજ ટ્રાન્સમિશન શરૂ કર્યુ હતું.

વર્ષ 1976માં સરકારે ટીવીને ઑલ ઈન્ડિયા રેડિયોથી અલર કર્યુ હતું. વર્ષ 1982માં પહેલી વખત રાષ્ટ્રીય ટેલિવીઝન ચેનલની શરૂઆત થઈ હતી. 1982માં જ દેશમાં પહેલુ કલર ટીવી પણ આવ્યુ હતું.

વર્ષ 1907માં ટેલિવિઝન નામ પાડવામાં આવ્યુ હતુ અને 1948માં શોર્ટમાં લોકો ટીવી કહેતા હતા. ટીવી ઉપર પહેલી જાહેરાત 1 જુલાઈ, 1941ના રોજ ન્યૂયોર્કમાં થઈ હતી. આ જાહેરાત 20 સેકંડ સુધી ચાલી હતી. તે વખત ટીવીમાં એડવરટાઈઝ આપવાનો ભાવ નવ ડૉલર હતો.

technology news television news