તમારી Whatsapp ચેટ બનશે ફિંગરપ્રિંટ ઓથેન્ટિકેશનથી સુરક્ષિત

10 January, 2019 02:13 PM IST  | 

તમારી Whatsapp ચેટ બનશે ફિંગરપ્રિંટ ઓથેન્ટિકેશનથી સુરક્ષિત

Whatsapp આપશે પ્રાઈવસી અને સુરક્ષા

Whatsapp તેના યૂઝર્સના મનોરંજનને વધારવા માટે નવા ફીચર્સ અપડેટ કરતી રહે છે. આ વખતે ફરી એકવાર Whatsapp નવા ખાસ ફીચર સાથે આવી રહ્યું છે. જે તમારા Whatsappને પ્રાઈવસી અને સુરક્ષા પણ આપશે. તમારી ચેટ કોઈ બીજું જોઈ ન શકે તે માટે Whatsapp ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર સાથે આવી રહી છે. ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનના કારણે યૂઝર્સ તેમની ચેટને સુરક્ષિત રાખી શકશે. WeBetaInfo અનુસાર , આ ફીચર પહેલા એન્ડ્રોઈડ બીટા 2.19.3 વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર , IOS માટે ફેસ આઈડી અને ટચ આઈડી પર કામ કર્યા પછી Whatsapp હવે ઓથેન્ટિકેશન ફીચર પર કામ કરશે.

ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર એપમાં જ એક નવું સેક્શન પણ અપડેટ કરવામાં આવશે. આ ફિંગરપ્રિન્ટ ફીચર એક્ટિવ કર્યા પછી તમારું Whatsapp સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જશે. યૂઝર્સે Whatsapp ખોલવા પહેલા જ આ ફીચરને ઓથેન્ટિક કરવું પડશે. માત્ર Whatsapp ખોલવા માટે જ નહીં, નોટિફિકેશનમાં આવેલા મેસેજ વાંચવા માટે પણ ઓથેન્ટિકેશનની જરૂર પડશે.

Android Marshmallow થી ઉપરના એન્ડ્રોઈડ ફોન પર whatsappનું આ ફીચર અપડેટ કરવામાં આવશે. એન્ડ્રોઈડમાં અપડેટ કર્યા પછી આ ફીચર IOS યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.