WhatsAppમાં આવશે 6 નવા ફીચર્સ, વાપરવું થશે આસાન

02 February, 2019 08:04 PM IST  | 

WhatsAppમાં આવશે 6 નવા ફીચર્સ, વાપરવું થશે આસાન

WhatsAppમાં આવશે નવા ફીચર્સ

WhatsApp યૂઝર્સનો એક્સપીરિયંસ વધુ સારો બનાવવા માટે વધુ 6 ફીચર એડ કરી રહ્યું છે. આ નવી ફીચર્સ આ પ્રમાણે છે.

Dark Mode
WhatsApp યૂઝર્સ લાંબા સમયથી ડાર્ક મોડની રાહ જોઈ રહ્યા છે. આ ફીચરથી WhatsAppને તમે Youtubeની જેમ રાત્રે પણ ઉપયોગ કરી શકશો અને તેમની આંખો પર અસર નહીં પડે. સાથે જ આ ફીચર જોડાઈ જવાથી તમારા સ્માર્ટ ફોનની બેટરી પણ બચશે.

Reply Privately
જલ્દી જ આ ફીચર WhatsAppમાં આવશે. આ ફીચરનું બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યા છે. આ ફીચર જોડાઈ જવાથી યૂઝર્સ કોઈ પણ ગ્રુપ ચેટમાં પ્રાઈવેટલી ચેટ કરી શકશે. એના માટે અલગથી કોન્ટેક્ટ સેવ નહીં કરવો પડે. તમે પ્રાઈવેટલી રીપ્લાય કરી શકશો.

WhatsApp ફિંગરપ્રિંટ લૉક ફીચર
WhatsAppના આ નવા ફીચરથી યૂઝર્સ એપ્લિકેશનને ફિંગરપ્રિંટથી અનલૉક કરી શકશે. એપમાં આ ફીચર જોડાઈ જતા યૂઝર્સને ફાયદો થશે. જલ્દી જ આ ફીચર WhatsAppમાં જોડવામાં આવશે.

WhatsApp ન્યૂ ઑડિયો પીકર
આ ફીચર સાથે 30 ઑડિયો ફાઈલને એક સાથે મોકલી શકાશે. એ સિવાય યૂઝર્સ ઑડિયો ફાઈલ કોન્ટેક્ટને મોકલતા પહેલા સાંભળી શકાશે. તેમાં આપ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલા ફાઈલને પણ સાંભળી શકશે.

સ્ટીકર્સ ઈંટીગ્રેશન
આ ફીચર આવી જતા WhatsAppના યૂઝર્સ થર્ડ પાર્ટી એપના માધ્યમથી બનાવવામાં આવેલા સ્ટીકર્સ પણ વાપરી શકશે. હાલમાં આ ફીચર વૉટ્સએપના બીટા યૂઝર્સ માટે ios પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ FDIના નવા નિયમોથી Amazon-Flipkat પરેશાન, સરકાર પાસે માંગ્યો સમય

3D ટચ એક્શન ફૉર સ્ટેટસ
આ નવું ફીચર જલ્દી જ આઈફોન યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. આ ફીચર આવતા યૂઝર્સ આઈફોનના 3D ટચમાં જ લોકોના સ્ટેટસને ચેક કરી શકશે.