Whatsapp મેસેજિસ જાતે જ થઈ જશે ડિલીટ, ટૂંક સમયમાં આવશે આ નવું ફીચર

30 July, 2020 10:18 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

Whatsapp મેસેજિસ જાતે જ થઈ જશે ડિલીટ, ટૂંક સમયમાં આવશે આ નવું ફીચર

વૉટ્સએપ (ફાઇલ ફોટો)

વૉટ્સએપ પર ટૂંક સમયમાં સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ રિપો મેસેજિંગ ફીચર આવવાનું છે. વૉટ્સએપ યૂઝર્સ ઘણાં સમયથી આ ફીચરની રાહ જોઇ રહ્યા હતા. લેટેસ્ટ એન્ડ્રૉઇડ બીટા એપમાં આવેલી અપડેટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ફીચર પર હજી પણ કામ થઈ રહ્યું છે પણ ઑફિશિયલ લૉન્ચ પહેલા આ ફીચરને વધારે બહેતર બનાવવામાં આવે છે.

વૉટ્સએપમાં આ ફીચર Expiring messages નામે આવશે. આ પહેલા આવેલા એન્ડ્રૉઇડ અપડેટમાં આ ફીચર ડિલીટ મેસેજિસ તરીકે જોવા મળ્યું હતું. લેટેસ્ટ વર્ઝન 2.20.197.4માં યૂઝર્સ સેટિંગ્સમાં જઈને એક્સપાઇરિંગ મેસેજિસને ઇનેબલ કરી શકે છે. ફીચર દ્વારા યૂઝર્સ સાત દિવસ પહેલાની ચેટમાં ઑટો-ડિલીટ મેસેજ ફીચરનો ઉપયોગ કરી શકશે.

અન્ય એપ્સ કરતાં અલગ હશે વૉટ્સએપનું સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ફીચર
જૂના બીટા વર્ઝનમાં ખબર પડી હતી કે વૉટ્સએપનું એક્સપાયરિંગ ફીચર ઇંડિવિઝ્યુઅલ ચૅટ્સની સાથે સાથે ગ્રુપ ચેટ્સ માટે પણ ઉપલબ્ધ થશે. આ ફીચરનો મૂળ હેતુ સ્નેપચેટ જેવા એપ્સ પર હાજર સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજથી થોડા અલગ છે.

રિપોર્ટ્સ પ્રમાણે, વૉટ્સ્એપનો હેતુ જૂના ચેટ્સ ઑટો-ડિલીટ કરી ચેટ્સ અને ઓવરઑલ એપને હળવું બનાવવાનો છે. નવા વર્ઝનમાં ચેટ ડિલીટ કરવા માટે 7 દિવસની ટાઇમ લિમિટ દેખાય છે. તો વૉટ્સએપ ઑટો ડિલીટ મેસેજ માટે 1 કલાક, 1 દિવસ, એક મહિનો અને એક વર્ષના ઑપ્શન યૂઝર્સને આપી શકે છે.

અન્ય ફીચર્સ પર પણ થઈ રહ્યું છે કામ
આ સિવાય પણ વૉટ્સએપ એક નવા ફીચર Mute Always પર કામ કરે છે. જેમ કે નામ પરથી જાહેર થાય છે કે, આની મદદથી યૂઝર્સ 1 વર્ષ સુધી કોઇપણ ગ્રુપને મ્યૂટ કરી શકે છે.

આ સિવાય વૉટ્સએપમાં વધું એક મોટું ફીચર મલ્ટી-ડિવાઇસ સપૉર્ટ પણ ટૂંક સમયમાં આવી શકે છે. આ ફીચર દ્વારા યૂઝર એક સિંગલ ફોન નંબર સાથે પોતાના વૉટ્સએપ અકાઉન્ટને એક સાથે 4 ડિવાઇસમાં ચલાવી શકશે. હાલ વૉટ્સએપ યૂઝર્સ એક ડિવાઇસ પર એક અકાઉન્ટ યૂઝ કરી શકે છે. જો કે, વૉટ્સએપ વેબ દ્વારા ડેસ્કટૉપ પર વૉટ્સએપને મિરર કરી શકાય છે. વૉટ્સએપ ટૂંક સમયમાં જ એડવાન્સ્ડ સર્ચ ઑપ્શન પણ લાવવાનું છે, જેથી યૂઝર્સ વીડિયો, ઇમેજ, લિન્ક્સ અને અન્ય ફાઇલ ફૉરમેટ્સ પણ ફટાફટ શોધી શકશે.

whatsapp technology news tech news