વૉટ્સએપ્પની પોલીસીને કારણે ટેલિગ્રામને બખ્ખેબખ્ખાં

14 January, 2021 09:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વૉટ્સએપ્પની પોલીસીને કારણે ટેલિગ્રામને બખ્ખેબખ્ખાં

પ્રતીકાત્મક તસવીર

વોટ્સએપ (WhatsApp)ની નવી પ્રાઇવસી પોલિસીની ચર્ચા અટકતી જ નથી. નવી પોલિસીથી ગુસ્સે ભરાયેલા લોકો વોટ્સએપ છોડીને બીજી મેસેજિંગ એપ તરફ વળી રહ્યા છે. આ વિવાદની વચ્ચે મેસજિંગ સર્વિસ ટેલિગ્રામ (Telegram)ને ફાયદો થયો છે. ટેલિગ્રામના સબ્સક્રાઇબરની સંખ્યા 50 કરોડનાં આંકડાને પાર કરી ગઇ છે. ટેલિગ્રામે એક નિવેદનમાં જણાવ્યું કે છેલ્લા 72 કલાકમાં તેમની સાથે 2.5 કરોડ નવા યૂઝર જોડાયા છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં તેમના કુલ સબ્સક્રાઇબર 50 કરોડને પાર ગયા અને હજી પણ આ આંકડો વધી રહ્યો છે.કંપનીએ એ સ્પષ્ટતા નથી કરી કે તેમને ભારતમાંથી કેટલા યૂઝર્સ મળ્યા પણ તેમના નવા યૂઝર્સમાં 38 ટકા એશિયાનાં છે તેમ કહ્યું છે. આ ઉપરાંત યૂરોપનાં 27 ટકા, લેટિન અમેરિકાનાં 21 ટકા અને પશ્ચિમ એશિયા તથા ઉત્તર આફ્રિકાથી 8 ટકા નવા યૂઝર્સ મળ્યા છે. સેન્સર ટાવરના આંકડાઓના હવાલાથી કેટલાક અખબારોમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 6થી 10 જાન્યુઆરી દરમિયાન ટેલિગ્રામને 15 લાખ નવા ડાઉનલોડ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત દુનિયાનું સૌથી મોટું દૂરસંચાર બજાર અને ડેટાનો ઉપયોગ કરે છે. દેશમાં 30 ઓક્ટોબર 2020 સુધી કુલ 117 કરોડથી વધુ ટેલીફોન કનેક્શન, જેમાં 115 કરોડ મોબાઇલ કનેક્શન હતા.સિગ્નલ એપની સરખામણીમાં ટેલિગ્રામને વધુ પૉપ્યૂલારિટી મળી છે. માત્ર બ્રિટનમાં જ બે અઠવાડિયામાં ડાઉનલૉડની સંખ્યા 47,000થી વધીને 110,000 થઇ ગઇ છે. ટેલિગ્રામના મંથલી એક્ટિવ યૂઝર્સની સંખ્યા 500 મિલીયનના પાર થઇ ચૂકી છે. આ બધાની વચ્ચે વૉટ્સએપનો ગ્લૉબલ ડાઉનલૉડ 11.3 મિલિયનથી ઘટીને 92 મિલિયન રહી ગયો છે.

whatsapp tech news