Whatsappની નવી શરતો અને પ્રાઇવસી પૉલીસી બની મજાકનો વિષય, જુઓ મીમ્સ

11 January, 2021 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Whatsappની નવી શરતો અને પ્રાઇવસી પૉલીસી બની મજાકનો વિષય, જુઓ મીમ્સ

તસવીર સૌજન્ય જાગરણ

વૉટ્સએપએ તાજેતરમાં જ પોતાની શરતો અને પ્રાઇવસી પૉલીસી અપડેટ કરી છે. જેના પછી સોશિયલ મીડિયા પર વૉટ્સએપનો મજાક ઉડાડવામાં આવી રહ્યો છે. લોકો જુદાં-જુદાં પ્રકારના ફની મીમ્સ બનાવીને ટ્વિટર પર શૅર કરી રહ્યા છે. વૉટ્સએપએ મંગળવારે એપ નોટિસ દ્વારા એન્ડ્રૉઇડ અને આઇફોન યૂઝર્સને ફેરફારની ચેતવણી આપી. નવી પ્રાઇવસી પૉલીસી અને શરતોમાં સૌથી મોટો ફેરફાર એ કર્યો છે કે વૉટ્સએપ, ફેસબૂક અને તેની સહાયક કંપનીઓ સાથે કેવીરીતે માહિતી શૅર કરે છે. યૂઝર્સનો ડેટા કેવી રીતે સાચવે છે અને કેવી રીતે એકઠો કરે છે, તેના પરિવર્તનો સિવાય, આપ-લે, પેમેન્ટ ડેયા અને લોકેશનની માહિતી આના નવા ભાગ છે.

આ નવી શરતોની જાણ થયા પછી યૂઝર્સ સોશિયલ મીડિયા પર લાંબી વાત કરી રહ્યા છે, તો ઘણાં યૂઝર્સ આ મુદ્દે મીમ્સ પણ શૅર કરી રહ્યા છે, જેને જોઇને તમે પણ પોતાનું હસવું નહીં અટકાવી શકો.

વૉટ્સએપ પ્રમાણે, નવી શરતો અને પ્રાઇવસી પૉલીસી 8 ફેબ્રુઆરી, 2021થી પ્રભાવિત થશે. વૉટ્સએપની સૂચનાએ યૂઝર્સને જણાવ્યું છે કે તેમણે એપનો ઉપયોગ કરવા માટે ફેરફારોનો સ્વીકાર કરવો પડશે. જો યૂઝર પોતાનું અકાઉન્ટ ખસેડવા કે ડિલીટ કરવા માગે છે કે તે 'હેલ્પ સેન્ટર' પર જવાની સલાહ પણ આપે છે.

national news tech news technology news whatsapp