2019માં તમારા ફોનમાં WhatsApp થઈ શકે છે બંધ, જાણો કેમ!

22 December, 2018 05:26 PM IST  | 

2019માં તમારા ફોનમાં WhatsApp થઈ શકે છે બંધ, જાણો કેમ!

2019માં તમારા ફોનમાં વૉટ્સએપ થઈ શકે છે બંધ

સ્માર્ટફોન્સ પર સૌથી વધુ વપરાતી મેસેજિંગ એપ વૉટ્સએપના યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. પ્લે સ્ટોર હોય કે એપલનો સ્ટોર બંને પ્લેટફોર્મ પરથી તેને કરોડો યુઝર્સે ડાઉનલોડ કર્યું છે. પરંતુ નવા વર્ષે વૉટ્સએપ કેટલાક ફેરફારો કરવા જઈ રહ્યું છે. વૉટ્સએપે એવી ઓપરેટિંગ સિસ્ટમની યાદી જાહેર કરી છે, જેના પર વૉટ્સએપ નહીં ચાલે.

મળતી માહિતી અનુસાર જે યુઝર્સ અત્યારે Nokia S40 ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે તેમાં હવે વૉટ્સએપના નવા ફીચર્સ નહીં ચાલે. આ ઉપરાંત એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અને તેની પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ, ios7 અને તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા આઈફોન પર પણ 1 ફેબ્રુઆરી, 2020 બાદ વૉટ્સએપ કામ નહીં કરે.

વૉટ્સએપનું કહેવું છે કે, તેઓ હવે આ પ્લેટફોર્મ્સ માટે નવા ફીચર્સ ડેવલપ નહીં કરે. જેના કારણે કેટલાક ફીચર્સ ચાલવાના બંધ થઈ જશે. જો તમારી પાસે નોકિયા S40 કે તેની પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતો ફોન છે તો તમારે નવો ફોન લેવો પડશે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે.

આ પહેલા વૉટ્સએપએ બ્લેકબેરી OS, બ્લેકૂબેરી 10, વિંડોઝ ફોન 8.0 અને બાકીના જૂના પ્લેટફોર્મ વૉટ્સએપએ બંધ કરી હતી.

android iphone nokia