ફેક ન્યૂઝ સામે લડવા માટે WhatsApp લાવ્યું નવું ફીચર Tipline

07 April, 2019 11:53 AM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

ફેક ન્યૂઝ સામે લડવા માટે WhatsApp લાવ્યું નવું ફીચર Tipline

ફેક ન્યૂઝ સામે લડવા માટે WhatsAppનું નવું ફીચર

ભારતમાં હાલ ઈલેક્શનની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન રાજનૈતિક પાર્ટીઓ કેંપેઈન કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર એક મુદ્દો છવાયેલો છે જે ફેક ન્યૂઝ સાથે સંબંધિત છે. જેની સાથે લડવા માટે WhatsAppએ એક નવી સુવિધા શરૂ કરી છે. તેનું નામ TipLine છે.

TipLine ફીચરની 8 મોટી વાતોઃ

1. આ ફીચર અંગર્તગ જો WhatsApp યૂઝર પાસે કોઈ ફેક ન્યૂઝ આવે છે તો તે અફવાની જાણકારી સબમિટ કરી શકે છે.

2. ઈંડિયન મીડિયા સ્કીલિંગ સ્ટાર્ટઅપ PROTOએ આ ફીચર બનાવ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટને WhatsAppએ કમિશન અને ટેક્નિકલ મદદ પુરી પાડી હતી.

3. મેસેજ સબિમટ થયા બાદ PROTOનું વેરિફિકેશન સેંટર આ મેસેજનો જવાબ આપે છે અને યૂઝરને કહે છે કે શેર કરવામાં આવેલો મેસેજ વેરિફાઈડ છે કે નહીં.

4. આ જવાબમાં યૂઝરને એ જાણકારી આપવામાં આવશે કે મેસેજ સાચો છે કે ફેક.

5. યૂઝર્સ મેસેજની સાથે ફોટો, વીડિયો વગેરે પણ મોકલી શકે છે, જે તેને મળ્યા છે.

6. આ જાણકારી હિંદી, અંગ્રેજી, તેલુગુ, બંગાળી અને મલયાલમ ભાષામાં શેર કરી શકાય છે.

7. WhatsApp અને PROTO ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતી સંસ્થાઓને ભારતમાં ફેલાઈ રહેલી અફવાઓને સબમિટ કરવા માટે કહેશે.

8. આ ફીચરને મેક્સિકો અને ફ્રાંસમાં ચૂંટણી દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ફેક ન્યૂઝ અટકાવવા માટે પત્રકારોની મદદ લેશે ફેસબુક

Loksabha 2019