અલર્ટ: Whatsapp Group,ગૂગલ સર્ચમાં દેખાયું, પરવાનગી વગર કોઇપણ જોડાઇ શકે

11 January, 2021 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અલર્ટ: Whatsapp Group,ગૂગલ સર્ચમાં દેખાયું, પરવાનગી વગર કોઇપણ જોડાઇ શકે

તસવીર સૌજન્ય જાગરણ

WhatsApp groups (વૉટ્સએપ ગ્રુપ) એકવાર ફરીથી ગૂગલ સર્ચ પર દેખાવા લાગ્યા છે. આનું પરિણામ એ છે કે કોઇપણ યૂઝર ગૂગલ પર ખાનગી ગ્રુપને શોધી શકે છે અને તેમાં જોડાઇ શકે છે. આ પહેલા 2019માં આવી ઘટના સામે આવી હતી ત્યારે આના સાર્વજનિક થવા પર કંપનીએ તેને ફિક્સ કરી લીધું હતું. પણ આ મામલો ફરી એકવાર 2021માં સામે આવ્યો છે. આ સમસ્યાને કારણે લોકોના ફોન નંબર અને પ્રૉફાઇલ પિક્ચર ગૂગલ સર્ચના માઘ્યમે સામે આવી શકે છે.

ગ્રુપ ચૅટ ઇનવાઇટની ઇન્ડેક્સિંગ કરી વૉટ્સએપ વેબ પર કેટલાય ખાનગી ગ્રુપ્સની માહિતી ઉપલબ્ધ કરાવે છે. આમાં સર્ચ દ્વારા વૉટ્સએપ ગ્રુપને શોધી શકાય છે અને તેમાં સામેલ પણ થઈ શકાય છે. જો કે આ વિશે એક્ઝેક્ટ ડિટેલ શૅર નથી કરી રહ્યા, પણ આને Gadgest 360એ પોતે વેરિફાઇ કર્યું છે, જ્યાં ગૂગલ સર્ચ પર કેટલાય વૉટ્સએપ ગ્રુપ જોઇ શકાય છે. જે યૂઝર્સે વૉટ્સએપ ગ્રુપની લિન્ક વેબ પર મળી જાય છે કે ગ્રુપમાં સામેલ થઈ શકે છે એટલું જ નહીં, પણ ગ્રુપમાં સામે અન્ય યૂઝર્સના ફોન નંબર અને પોસ્ટ પણ એક્સેસ કરી શકે છે.

અપડેટ
વૉટ્સએપએ પોતાના જવાબમાં કહ્યું કે, "માર્ચ 2020થી વૉટ્સએપએ બધાં ડીપ લિન્ક પેજને 'noindex' ટૅગમાં સામેલ કર્યા છે, જે ગૂગલ પ્રમાણે તેમને ઇન્ડેક્સિંગથી બહાર કરી દેશે." Gadgets 360 આ પુષ્ઠિ કરવામાં સક્ષમ હતું કે સર્ચ રિઝલ્ટ હવે ગૂગલ પર દેખાતા નથી. જો કે વૉટ્સએપએ પોતાના નિવેદનમાં ફિક્સનો ઉલ્લેખ કર્યો નહોતો. Rajeshekhar Rajaharia જેમણે આ ઇન્ડેક્સિંગ ઇશ્યૂ ઉઠાવ્યો હતો તેમણે આ મામલે કહ્યું, "'noindex' ટૅગ એડ કરવા એ ઉકેલ નથી, કારણકે અમુક મહિના પછી લિન્ક સરફેસ સર્ચ રિઝલ્ટમાં આવવા માંડે છે. મોટી ટેક કંપનીઓ જેમકે વૉટ્સએપને યૂઝર્સની પ્રાઇવસી સુરક્ષિત રાખવા માટે યોગ્ય ઉકેલ શોધવાની જરૂર છે."

સાઇબર સિક્યોરિટી રિસર્ચર Rajshekhar Rajahariaએ Gadgets 360ને ગૂગલ પર વૉટ્સએપ ગ્રુપ ચેટ ઇનવાઇટના ઇન્ડેક્સિંગની માહિતી આપી હતી. હવે આ ઇન્ડિેક્સિંગ ફરી એકવાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં લગભગ 1500 ગ્રુપ ઇનવાઇટ લિન્ક સર્ચ રિઝલ્ટમાં દેખાતી હતી. ગૂગલ દ્વારા ઇન્ડેક્સ્ડ કેટલીક લિન્ક વૉટ્સએપ ગ્રુપ્સ પર પૉર્ન સાથે સંબંધિત છે. તો કેટલીક લિન્ક વિશિષ્ટ સમુદાય કે ઇન્ટ્રેસ્ટની છે. Gadgets 360ને બંગ્લા અને મરાઠી યૂઝર્સ માટે પણ સંદેશ શૅર કરનારા ગ્રુપ મળ્યા. આ લિન્ક્સ દ્વારા કોઇપણ સરળતાથી આ ગ્રુપ્સમાં સામેલ થઈ શકે છે.

national news technology news tech news whatsapp