WhatsApp અને સિગ્નલ કે પછી ટેલીગ્રામ કઈ એપ છે વધુ બહેતર

10 January, 2021 08:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

WhatsApp અને સિગ્નલ કે પછી ટેલીગ્રામ કઈ એપ છે વધુ બહેતર

તસવીર સૌજન્ય જાગરણ

વૉટ્સએપે તાજેતરમાં પોતાની પ્રાઇવસી પૉલીસીમાં કેટલાક ફેરફાર કર્યા છે આ કારણસર અનેક લોકો સિગ્નલ એપ તરફ વળી રહ્યા છે. તાજેતરમાં સિગ્નલ અને ટેલીગ્રામ એપ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે વૉટ્સએપે કરેલા પ્રાઇવસી પૉલીસીના ફેરફારને કારણે મોટા ભાગના યૂઝર્સ વૉટ્સએપને બાય કહીને પોતાના મિત્રો સાથે ચેટ કરવા સિગ્નલ અને ટેલીગ્રામ એપ તરફ વળી રહ્યા છે. એવામાં વિવાદ એ મુદ્દે છેડાયો છે કે આખરે આ ચેટિંગ એપ્સમાં કયું પ્લેટફૉર્મ સરળ અને સુરક્ષિત છે.

વૉટ્સએપની નવી પ્રાઇવસી પૉલીસી પછી યૂઝર્સ હવે નવા એપ તરફ વળી રહ્યા છે. યૂઝર્સ એવા પ્લેટફૉર્મની શોધ કરી રહ્યા છે જ્યાં તેમની પ્રાઇવસીને કોઇ જોખમ ન હોય. આ કારણે સિગ્નલ મેસેન્જર (Signal Messenger) લોકોમાં પોતાનું સ્થાન બનાવે છે.

આ સમય યૂઝર્સને મામલે વૉટ્સએપ વિશ્વમાં પહેલા નંબરે છે. આના બે બિલિયન એક્ટિવ યૂઝર્સ દર મહિને છે. વૉટ્સએપ પછી ટેલીગ્રામનો નંબર આવે છે. તેના 400 મિલિયન યૂઝર્સ છે. ત્રીજા નંબરે છે સિગ્નલ એપ. જો કે, આના યૂઝર્સ હાલ 10-20 મન્થલી એક્ટિવ યૂઝર્સ છે, પણ તેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ત્રણેય ગ્રાફ જોતા સ્પષ્ટ દેખાય છે કે વૉટ્સએપ સૌથી લોકપ્રિય એપ છે.

હવે ત્રણેય વિશે જાણો વિગતો.
વૉટ્સએપના ફીચર્સ
વૉટ્સએપમાં લગભગ તે બધાં ફીચર્સ છે જે એક યૂઝરને જરૂર હોય છે. વૉટ્સએપના ગ્રુપ ચેટમાં તમે 256 લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકો છો. ગ્રુપ ચેટમાં તમે મેસેજની સાથે વીડિયો અને ઑડિયો કૉલ પણ કરી શકો છો. જો કે, ગ્રુપ વીડિયો કૉલમાં ફક્ત 8 લોકોને જ સામેલ કરી શકાય છે. આ સિવાય વૉટ્સએપ સ્ટેટસ ફીચર એટલે કે વૉટ્સએપ સ્ટોરી માટે ઇન્સ્ટાગ્રામ જેવી સુવિધા આપે છે.

વૉટ્સએપ તમને દરેક પ્રકારની ફાઇલ અને દસ્તાવેજ શૅર કરવાની પરવાનગી આપે છે, પણ માટે ફાઇલની સાઇઝ નક્કી કરવામાં આવી છે. ફોટો, વીડિયો અને ઑડિયો ફાઇલ માટે આ લિમિટ 16 એમબી છે. ડૉક્યુમેન્ટ્સ મામલે આ લિમિટ 100 એમબી સુધી થઈ શકે છે. વૉટ્સએપમાં યૂઝર્સ પોતાના સાથીઓને લાઇવ લૉકેશન પણ શૅર કરી શકે છે.

કારણકે વૉટ્સએપ સામાન્ય યૂઝર્સ માટે છે, તેથી આ સ્ટોરેજ અને બૅકઅપની સુવિધા પણ આપે છે. બૅકઅપ માટે ગૂગલ ડ્રાઇવ અને iCloud જેવી મફત સર્વિસ પણ આપે છે.

ટેલીગ્રામ એપ (Telegram App feature)
ટેલીગ્રામ એપ પોતાના યૂઝર્સને ઘણાં બધાં ફીચર્સ આપે છે. ટેલીગ્રામ પર તમે વૉટ્સએપની જેમ જ ચૅટિંગ, ગ્રુપ ચૅટ અને ચેનલ જેવી સુવિધાઓ તો મળે જ છે. આ સિવાય ઘણાં બધાં ફીચર્સ છે જે ફક્ત તમને ટેલીગ્રામ પર જ છે. ટેલીગ્રામ પર ગ્રુપમાં લોકોની લિમિટ્ઝ 2 લાખ છે. જ્યારે વૉટ્સએપની આ લિમિટ ફક્ત 256 લોકો સુધીની છે.

અહીં ગ્રુપમાં આપ બૉટ, પોલ, ક્વિઝ, હૅશટેગ સહિત કેટલાય વધુ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો અને પોતાની ચૅટ વધુ ઇન્ટ્રેસ્ટિંગ બનાવી શકો છો.

ટેલીગ્રામ તમને ચૅટિંગ જાતે જ ખતમ થઈ જાય તેવી સુવિધા પણ આપે છે. આ સુવિધા સ્નેપચૅટ પર છે. ટેલીગ્રામ પર ફાઇલ શૅર કરવાની સીમાં 1.5 જીબી છે. આ એપમાં હવે એન્ડ્રૉઇડ અને આઇઓએસ ડિવાઇસ પર વૉઇસ અને વીડિયો કૉલ બન્ને છે.

સિગ્નલ મેસેન્જર એપ (Signal App feature)
સિગ્નલ એપ પોતાના યૂઝર્સને સુરક્ષિત મેસેજ, ઑડિયો અને વીડિયો કૉલ જેવા ફીચર્સ આપે છે. આ એપ પર બધાં કૉમ્યુનિકેશન્સ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ (end-to-end encrypted) હોય છે. આ સિવાય, અહીં ગ્રુપ પણ બનાવી શકો છો. જો કે, આ એપમાં એક સાથે અનેક લોકોને મેસેજ મોકલી શકતા નથી. સિગ્નલ એપે તાજેતરમાં જ ગ્રુપ કૉલિંગની સર્વિસ પણ શરૂ કરી છે.

ટેલીગ્રામની જેમ જ આ એપ પણ તમને ચૅટિંગ જાતે જ ડિલીટ થઈ જવાની સુવિધા પણ આપે છે. સિગ્નલનું સૌથી સારું ફિચર છે નોટ ટૂ સેલ્ફ. અહીં તમે પોતાને પણ મેસેજ મોકલી શકો છો, આ માટે તમારે તમારું એકલાનું ગ્રુપ બનાવવાનું રહેશે.

whatsapp tech news technology news national news