Vivo Y90 જલદી થઈ શકે છે ભારતમાં લૉન્ચ, કિંમત ફક્ત 8000 રૂપિયા

06 July, 2019 12:52 PM IST  |  મુંબઈ

Vivo Y90 જલદી થઈ શકે છે ભારતમાં લૉન્ચ, કિંમત ફક્ત 8000 રૂપિયા

Vivo

ચાઈના સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo જલદી જ ભારતમાં હજી એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત 5000 રૂપિયાથી 8000 રૂપિયાની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે Vivoએ પોતાના Z સીરીઝનો પહેલો સ્માર્ટફોન Vivo Z1 Proને ભારતમાં લૉન્ચ કર્યો છે. આ કંપનીનો પહેલો સ્માર્ટફોન છે જે ભારતમાં પંચ-હોલ ડિસ્પ્લેની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટને ચીનમાં Vivo Z5xના નામથી લૉન્ચ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે કંપનીએ પોતાના Y-સીરીઝમાં પણ મિડ રેન્જના ત્રણ સ્માર્ટફોન્સ Y12, Y15 અને Y17 લૉન્ચ કર્યા છે. હવે આ સીરીઝમાં હજી એક સ્માર્ટફોન Vivo Y90 જોડાવવા જઈ રહ્યા છે. આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએતો એમાં 6.36 ઈંચનો ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોન 2GB રેમ અને 16GBની ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવી શકે છે. એના બેકમાં 8 મેગાપિક્સલનું સેન્સર આપી શકાય છે. સેલ્ફી માટે એમાં 5 મેગાપિક્સલ સેન્સર આપી શકાય છે.

આ પણ વાંચો : Mi Days અને Mi Super સેલમાં Xiaomi ફોન્સ પર મળી રહી છે ઓફર્સ

છેલ્લા દિવસે આ સીરીઝમાં લૉન્ચ થયેલો Vivo Y12માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યા છે. એમાં 5,000 એમએએચની બેટરી આપવામાં આવી છે. એ સિવાય એમાં મીડિયાટેક હેલિયો પી22 પ્રોસેસર આપવામાં આવ્યા છે. કૅમેરાની વાત કરીએ તો એમાં ટ્રિપલ રિયર કૅમેરા સેટઅપ હાજર છે. એના પ્રાઈમરી સેન્સર 13 મેગાપિક્સલનો અને ત્રીજો 2 મેગાપિક્સલના સેન્સરનો છે. એના કૅમેરો ટાઈલ-લેપ્સ, લાઈવ ફોટોઝ, એચડીઆઈ, પોર્ટેડ મોડ, પેનોરમા અને સુપર વાઈડ-એન્ગલ જેવા ફીચર્સથી લેસ છે. આ પીડીએએફ સપોર્ટ સાથે પણ આવે છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅંમેરા આપવામાં આવ્યો છે. એનો ફ્રન્ટ કૅમેરો પોર્ટેડ બોકેહ અને એઆઈ ફેસ બ્યૂટી સપોર્ટ કરે છે.

technology news tech news