લિમિટેડ સ્નેક એડિશન વૉચ

26 December, 2012 06:21 AM IST  | 

લિમિટેડ સ્નેક એડિશન વૉચ

આ લક્ઝરી વૉચ પિન્ક ગોલ્ડ અને પ્લૅટિનમમાં ક્રાફ્ટ કરવામાં આવી છે. એક ચાઇનીઝ ઝોડિઍક સાઇન્સ પરથી પ્રેરણા લઈને ડિઝાઇન કરવામાં આવેલી આ વૉચ સ્વિટ્ઝરલૅન્ડમાં બનાવવામાં આવી છે. ગોલ્ડ ઇનેમલિંગ કરેલા ડાયલ પર પાનનું મોટિફ છે જેના પર સાપ એન્ગ્રેવ કરવામાં આવ્યો છે. એ બ્રૉન્ઝ, પ્લૅટિનમ અને ગોલ્ડ એમ ત્રણ પર્યાય સાથે આવે છે. આ ઘડિયાળને હૅન્ડ્સ-ફ્રી કહેવામાં આવી છે, કારણ કે એનું આખું મેકૅનિઝમ ચાર વિન્ડો પર જ છે જે સેકન્ડ, મિનિટ, કલાક અને દિવસ દેખાડે છે. ઘડિયાળનો પટ્ટો મિસિસિપી નદીમાં જોવા મળતા મગરની સ્કિનમાંથી બનાવવામાં આવ્યો છે.