પાર્સવર્ડ આપ્યા વગર Wi-Fi નો આ રીતે ઉપયોગ કરો

24 June, 2019 11:58 PM IST  |  Mumbai

પાર્સવર્ડ આપ્યા વગર Wi-Fi નો આ રીતે ઉપયોગ કરો

Mumbai : વિશ્વભરમાં આજે પણ ઈન્ટરનેટ આપણા સૌની જરૂરિયાત બની ગયું છે. આજકાલ એવું ભાગ્યેજ કોઈ હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરતુ હોય. આપણા મોબાઈલમાં કેટલીક વાર ડેટા ઓન કરીએ છીએ અને (Wi-Fi)નો ઉપયોગ પણ કરીએ છીએ. કેટલાયે એવા લોકો પણ છે જેણે પોતાના ઘરે Wi-Fi લગાવેલું હોય છે. આનાથી ખુબજ સરળતાથી ઈન્ટરનેટ વાપરી શકાય છે.

 

કેટલીક વાર ઓફીસમાં કે આસપાસ રહેલા આપણા સગા સંબંધીઓ Wi-Fiનું એક્સેસ માંગે છે. Wi-Fi ઓન કરીએ એટલે આપણે તેને પાસવર્ડ પણ આપવો પડે છે. આ રીતે કોઈને પણ પાસવર્ડ આપવો એ સારી વાત નથી કેમકે ક્યારેક આપણા ડેટાનો દૂરપયોગ થાય છે. આથી આ મુશ્કેલીથી બચવા માટેનો સરળ રસ્તો છે કે તમે જ્યારે પણ તમારા Wi-Fi નેટવર્ક સાથે કોઈને જોડો તેની સાથે હવે તમારે તમારા પાસવર્ડને આપવો જરૂરી નથી.

 

આજે રીતે આપણે પૈસાને ટ્રાન્સફર કરીએ છીએ તેમજ પેટ્રોલ પંપો પર પણ QR કોડ આવેલા હોય છે. આજ રીતે તમે તમારો પાસવર્ડ QR કોડથી શેર કરી શકો છો અને તમારો પાસવર્ડ કોઈ બીજા વાપરી પણ નહી શકે અને તમારા Wi-Fi નેટવર્ક સાથે સરળતાથી જોડાઈ શકશે. સૌથી પહેલા તમારે QR કોડને શેર કરવાનો રહેશે. આ પ્રક્રિયા ખુબજ સરળ છે. એન્ડ્રોઈડ અને iOS બંને યૂઝર્સ તેને ખુબજ સરળતાથી કરી શકશે. મહત્વની વાત એ છે કે તમારા Wi-Fi યૂઝર નેમ અને પાસવર્ડને QR કોડમાં બદલી નાખતી કેટલીયે વેબસાઈટ ઉપલબ્ધ છે. જેમાંથી તમે www.qrstuff.com અને zxing.appspot.com/generator ખુબજ લોકપ્રિય છે.

 

સ્ટેપ-1 ઉપર આપેલી બંને વેબસાઈટ માથી કોઈ એક પર જાઓ. ત્યાં Wi-Fi નેટવર્ક કે WiFi લોગિનને વિકલ્પ તરીકે પસંદ કરો.


સ્ટેપ-2 અહીં SSID સેક્શનમાં તમારા Wi-Fi નેટવર્કના નામને ટાઈપ કરો. 


સ્ટેપ-3 આપેલા સેક્શનમાં તમારો પાસવર્ડ નાખો.


સ્ટેપ-4 નેટવર્કને પસંદ કરો. સામાન્ય રીતે Wi-Fiમાં WPA હોય છે.


સ્ટેપ-5 હવે QR કોડને જનરેટ કરી ડાઉનલોડ પર ક્લિક કરો.

 

ડાઉનલોડ કર્યા પછી તમે QR કોડની સોફ્ટ કોપી રાખી શકો છો. અથવા તેની પ્રિન્ટ કાઢી શકો છો. જેને સ્કેન કરતાજ તમારા મિત્રો સગા સંબંધીઓ તમારા પડોશી સરળતાથી કનેક્ટ થઈ શકશે અને તમારે પાસવર્ડ પણ આપવો નહી પડે.

 

મોટાભાગના સ્માર્ટફોન પોતાના ફોનના કેમેરાથી QR કોડને ઓટોમેટિક રીતે ડિટેક્ટ કરી લે છે. જો કોઈ સ્માર્ટફોનમાં આ ફીચર ન હોય તો યૂઝર Google PlayStore પરથી QR કોડ સ્કેનિંગ એપ ડાઉનલોડ કરી શકો છો. આ રીતે હવે તમે તમારો પાસવર્ડ આપ્યા વીનાજ તમારા નેટવર્ક સાથે કોઈ પણને કનેક્ટ કરી શકો છો.

technology news