USB માઇક્રોવેવ

25 October, 2013 05:29 AM IST  | 

USB માઇક્રોવેવ


૭.૪ ઇંચની હાઇટ અને ૬.૨ ઇંચની પહોળાઈ જેવી નાનકડી સાઇઝને લીધે દુનિયાનું આ સૌથી નાનું માઇક્રોવેવ બની જાય છે. સાઇઝ ભલે નાની હોય, પરંતુ માઇક્રોવેવનું ફંક્શનિંગ તો મોટા માઇક્રોવેવ જેવું જ છે.

માઇક્રોવેવને કમ્પ્યુટર સાથે USB મારફત કનેક્ટ કરીને ખાવાની ચીજો ગરમ કરી શકાય છે એટલે સ્ટડી-ટેબલ પર બેઠાં-બેઠાં જો કાંઈ ખાવાનું મન થાય અને એને ગરમ કરવાની તસ્દી ન લેવી હોય તો આ નાનકડા માઇક્રોવેવમાં ખાવાનું ગરમ કરીને મજા લઈ શકાય. વધુ વિગત માટે www.gizmodo.com પર ચેક કરો.