ટિકટૉકને ટક્કર આપતાં 'Mitron' એપમાં ગરબડ, અકાઉન્ટ હૅકિંગનું જોખમ

31 May, 2020 04:18 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ટિકટૉકને ટક્કર આપતાં 'Mitron' એપમાં ગરબડ, અકાઉન્ટ હૅકિંગનું જોખમ

Mitron એપ

ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી પૉપ્યુલર ટિકટૉક એપના ક્લોન Mitron સાથે જોડાયેલી એક ઉણપ સામે આવી છે. ટિકટૉક એપ અને ચીન વિરોધી માહોલમાં આ એપ ઝડપથી પૉપ્યુલર થઈ ગયું છે અને અત્યાર સુધી લાખો યૂઝર્સ આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. એપમાં ઘણાં બગ્સ છે આ વાત રિવ્યૂમાં યૂઝર્સ પોતે પણ લખી રહ્યા છે પણ આની સાથે જોડાયેલી વધુ એક ખામી સામે આવી છે. જેની મદદથી અટેકર યૂઝરના અકાઉન્ટ સાથે છેડછાડ કરી શકે છે અને કોઇ અન્યના અકાઉન્ટ પરથી પણ મેસેજ મોકલી શકે છે. જો કે, પર્સનલ ઇમેલ આઇડી કે ડેટા ચોરી થવાનું કોઇ જોખમ નથી.

Gadgets360ની રિપોર્ટ પ્રમાણે, Mitron એપની ખામીનો ફાયદો ઉઠાવીને અટેકર અન્ય કોઇના અકાઉન્ટમાંથી બીજાને મેસેજ મોકલી શકે છે. આ સિવાય અન્ય કોઇના નામે કૉમેન્ટ્સ પણ કરી શકે ચે. રિપોર્ટમાં કહેવામાં આ્યું છે કે આ ખામી એપની અત્યારની લૉગ-ઇન પ્રોસેસ સાથે જોડાયેલી છે. એપમાં લૉગ-ઇન કર્યા વગર કોઇ વીડિયો લાઇક કરી શકાતો નથી અથવા તેના પર યૂઝર કૉમેન્ટ કરી શકતાં નથી. લૉગ-ઇન દરમિયાન અટેકર્સ વિક્ટિમની યૂનિક યૂઝર આઇડી એક્સેસ કરી શકે છે અને તેમના અકાઉન્ટમાંથી લૉગ-ઇન કરી શકે છે.

પાસવર્ડ વગર જ કરો લૉગિન
હાલ મિત્રો એપમાં યૂઝર્સને કોઇપણ પાસવર્ડ કે એડિશનલ વેરિફિકેશનની જરૂર નથી અને ગૂગલ અકાઉન્ટની મદદથી લૉગ-ઇન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એવું ન થવાનું કારણ એપમાં કોઇપણ એક્સ્ટ્રા સિક્યૉરિટી લેયર નથી, જેથી નક્કી કરી શકાય કે સાચ્ચા યૂઝરે જ લૉગ-ઇ કર્યું છે. ગૂગલ અકાઉન્ટ દ્વારા લૉગ-ઇન કરવા દરમિયાન પણ એપ યૂનિક યૂઝર આઇડીનો ઉપયોગ કરે છે અને સીધું ગૂગલ સાથે લિન્ક નથી. જો કે, આ ખામી સરળતાથી ફિક્સ કરી શકાય છે.

પાકિસ્તાનમાં બની છે એપ
ગેજેટ્સ નાઉ હિન્દીએ Mitron એપ ઇન્સ્ટોલ કરી અને તેમને ખ્યાલ આવ્યો કે એપમાં ઘણાં બધાં બગ્સ છે. ડેવલપર તરફથી એપની લેટેસ્ટ અપડેટ 29મે, 2020ના આપવામાં આવી છે, એવામાં શક્ય છે કે આગામી કેટલીક અપડેટ્સમાં આ સિક્ય઼રિટી ફ્લૉ પણ ફિક્સ કરી દેવામાં આવશે. જણાવવાનું કે, લગભગ 8 એમબી સાઇઝ ધરાવતી આ એપને ચાઇનીઝ શૉર્ટ વીડિયો મેકિંગ પ્લેટફૉર્મ ટિકટૉકનું ઇન્ડિયન ક્લૉન માનવામાં આવે છે અને આ જ તેના પૉપ્યુલર હોવાનું કારણ પણ છે. છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યું છે રે આ એપ ભારતમાં ડેવલપ કરવામાં આવી નથી પણ પાકિસ્તાની ડેવલપર પાસેથી ખરીદવામાં આવી છે.

tiktok tech news technology news pakistan