આ એપ્લિકેશન થઈ સૌથી વધુ ડાઉનલોડ, ફેસબુક - ઈન્સ્ટાગ્રામને છોડ્યા પાછળ

27 October, 2019 03:06 PM IST  |  મુંબઈ

આ એપ્લિકેશન થઈ સૌથી વધુ ડાઉનલોડ, ફેસબુક - ઈન્સ્ટાગ્રામને છોડ્યા પાછળ

ટિકટોક

વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોક સૌથી વધુ ડાઉનલોડ થનારી સોશિયલ મીડિયા એપ્લિકેશન બની ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં ટીકટોક એપ 60 મિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી છે. જેમાંથી 44 ટકા માત્ર ભારતમાં જ થયા છે.

ટીકટોકે આ મામલે ટોચની સોશિયલ મીડિયા એપ્લિકેશન જેવી કે ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, હેલો એને ટ્વિટરને પાછળ છોડી દીધું છે.

ધ સેન્સર ટાવર રિપોર્ટ 2019 પ્રમાણે ટિકટોક સૌથી વધુ ડાઉનલોડ થનારી સોશિયલ મીડિયા એપ્લિકેશન બની છે. જે ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ થઈ છે. આ આંકડાઓ ટિકટોકના વધતા જતા ક્રેઝને સાબિત કરે છે.

આ પણ જુઓઃ જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

સોશિયલ મીડિયા એપ્લિકેશન ફેસબુક બીજી સૌથી વધુ ડાઉનલોડ થઈ છે. જે ભારતમાં 23 ટકા થઈ છે. ઈન્સ્ટાગ્રામ સ્નેપચેટનો પણ ટોપ ફાઈવમાં સમાવેશ થાય છે.

tech news