ટિકટોક એપ એ ઉભરતા તમામ કલાકારો માટે ફાયદો નથી કરાવતી

13 June, 2019 12:27 AM IST  |  મુંબઈ

ટિકટોક એપ એ ઉભરતા તમામ કલાકારો માટે ફાયદો નથી કરાવતી

ટિકટોક એપ

છેલ્લા 1 વર્ષના ટુંકા ગાળામાં લોકપ્રિયતાની હદ વટાવી જનાર ચાઇનીઝ એપ ટિકટોક મ્યુઝિક, ડાન્સ, કોમેડી સ્કિટ્સ અને મેકઅપના ગુણ શીખવાડતા નાના વીડિયોને સ્થાન આપનારા નવા પ્લેટફોર્મના રૂપમાં પ્રકાશમાં આવી છે. 2018માં જ શરૂ થયેલી ટિકટોક એપલ એપસ્ટોરની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ છે. ઓક્ટોબરમાં પહેલી વખત તેના રેકોર્ડ ત્રણ કરોડ 80 લાખ ડાઉનલોડ થયા. યુવાઓ વચ્ચે નશો બની ગયેલી એપમાં કલાકારોને સ્થાન તો મળે જ છે પરંતુ તેમાંના ઘણા લોકોને ફાયદો થતો નથી. તેમ છતાં તેઓ પોતાની લોકપ્રિયતાથી ખુશ છે. એપના કન્ટેન્ટ પર પણ વિવાદ ઊઠી ચૂક્યા છે


એપના કન્ટેન્ટ પર પણ વિવાદ ઊઠી ચૂક્યા છે

અમેરિકામાં ચાઇનીઝ એપની સફળતા ટિનએજર્સને બળે સંભવ થઇ. તેના સૌથી વધુ પોપ્યુલર વીડિયો ટિ્વટર, યુટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય પ્લેટફોર્મ પર આવે છે. 75 અબજ ડોલરની ચાઇનીઝ મીડિયા કંપની બાઇટડાન્સે સોશિયલ મીડિયા સર્વિસ મ્યુઝિક લીના યુરોપ, અમેરિકાના 6 કરોડ યુઝરને પોતાની વીડિયો એપ ટિકટોકમાં સામેલ કરવા માટે નવેમ્બર 2017માં ખરીદી હતી. ટિકટોક કન્ટેન્ટ ડાયરેક્ટર મેરી રહેમાની કહે છે કે ટિકટોક કલાકારોને તેમની પ્રતિભા દેખાડવાની તક આપે છે. જોકે તેનો વિકાસ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મુશ્કેલ સમયમાં થયો છે. મ્યુઝિકની આવક સ્ટ્રીમિંગથી જ છે. તે ઓનલાઇન મફત છે. સ્ટ્રીમિંગ આવકની વહેંચણી અંગે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ એ વાત પર છે કે કલાકારોને કેટલા પૈસા આપવામાં આવે. લાગે છે કે ટૂંકમાં જ ટિકટોક આ લડાઇનો હિસ્સો બનશે.

 

કલાકારોને ઓળખાણ મળતી નથી

બાઇટડાન્સનું મૂલ્ય વધવાની સાથે ટિકટોક સમાચારોના ઘેરામાં છે. યુઝર ડેટાના ઉપયોગ અંગે આરોપોની સાથે તેના કન્ટેન્ટ પર સવાલ ઊઠી રહ્યા છે. ટિકટોક પર સફળતાની સૌથી મોટી કહાની એટલાન્ટા, અમેરિકાના 20 વર્ષીય લિલ નેસ એક્સની છે. તેણે ટિ્વટર અને ઇન્સ્ટાગ્રામ પર મીમ્સ દ્વારા પોતાનાં ગીતો- ઓલ્ડ ટાઉન રોડને પ્રમોટ કર્યું હતું. થોડા મહિના પછી તે ટિકટોક પર આવ્યો. લોકોએ પોતાને કાઉબોય અને કાઉગર્લનું રૂપ આપી ગીત પર પોતાના વીડિયો બનાવ્યા. જોરદાર હોડ વચ્ચે કોલમ્બિયા રેકોર્ડ્સે નેસ એક્સ સાથે કરાર કરી લીધો પરંતુ, ટિકટોકથી બધુ સ્ટારને આવી સફળતા મળતી નથી. પ્લેટફોર્મ પર મોટા ભાગે યોગ્ય લેબલ અને ટાઇટલ વિના ગીતો પોસ્ટ થાય છે. આ કારણે મહિનાઓ સુધી કલાકારને યોગ્ય ઓળખ મળી શકતી નથી. બે રેપરો- જેએચડી અને સીઇઓના સાથે આવું જ કાંઇક થયું. તેમનાં ગીતો અન્ય ટાઇટલથી દેખાડવામાં આવી રહ્યાં છે. ટિકટોક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં રાઇટ્સ હોલ્ડરથી લાઈસન્સિંગ કરાર કરે છે. ત્યાર બાદ તેમનાં ગીતો દેખાડવાના પૈસા આપે છે. ટિકટોકે નવા કલાકારો માટે દક્ષિણ કોરિયા અને જાપાનમાં ઓડિશન કોન્ટેસ્ટ શરૂ કરી છે.

 

ગેરકાયદે માહિતી મેળવવા પર દંડ અને પ્રતિબંધ 

ટિકટોકને પોતાની યાત્રામાં થોડા આંચકા પણ લાગ્યા. 13 વર્ષથી ઓછી વયનાં બાળકોની અંગત માહિતી ગેરકાયદેસર રીતે એકત્રિત કરવાના આરોપને ઉકેલવા માટે તેને ફેબ્રુઆરીમાં અમેરિકી સરકારને 57 લાખ ડોલરનો દંડ ભરવા માટે સંમત થવું પડ્યું હતું. એપ્રિલમાં ભારત સરકારે બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા એપના ડાઉનલોડ પર હંગામી પ્રતિબંધ મૂકી દીધો હતો. કંપનીને હેટ સ્પીચ હટાવવામાં વિલંબ બદલ ટીકાનો શિકાર પણ થવું પડ્યું છે. ટિકટોકે હમણાં જ જાહેરાતોનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે.