IRCTC એપ કે સાઈટથી ઑનલાઈટ તત્કાલ ટિકિટ બુક કરાવતા સમયે રાખો આટલું ધ્યાન

15 September, 2019 11:55 AM IST  |  મુંબઈ

IRCTC એપ કે સાઈટથી ઑનલાઈટ તત્કાલ ટિકિટ બુક કરાવતા સમયે રાખો આટલું ધ્યાન

IRCTC એપ કે વેબસાઈટથી ઑનલાઈટ તત્કાલ ટિકિટ બુક કરાવતા સમયે રાખો આટલું ધ્યાન

IRCTCની વેબસાઈટ કે એપ્લિકેશનના માધ્યમથી તમે ઘરે બેઠા ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકો છો. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય રેલવેએ પોતાની ઑનલાઈટ ટિકિટ બુક કરાવવાનો ચાર્જ વધારી દીધો છે, જેનાથી તત્કાલ ટિકિટ બુક કરાવનારા યૂઝર્સ માટે પણ IRCTCની વેબસાઈટ કે એપથી ટિકિટ બુક કરાવવા માટે વધુ પૈસા ચુકવવા પડશે. જો કે આ દરો ટ્રેન અને ક્લાસના આધારે નક્કી કરવામાં આવ્યા છે. જો તમે IRCTCની વેબસાઈટ કે એપથી તત્કાલ ટિકિટ બુક કરાવવાનું વિચારી રહ્યા છો તો આ નવા નિયમનો અને ચાર્જ વિશે તમને ખબર હોવી જોઈએ.

તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે રાખો આ વાતનું ધ્યાન
ટિકિટ બુક કરાવવાનો સમય-IRCTCની વેબસાઈટ કે એપ પર તત્કાલ ટિકિટ યાત્રાથી એક દિવસ પહેલા જ બુક કરાવી શકાય છે. જો તમે એસી ક્લાસની ટિકિટ બુક કરાવવા માંગો છો તો તમે સવારે 10 વાગ્યે IRCTCની વેબસાઈટ કે એપમાં લોગ-ઈન કરીને ટિકિટ બુક કરાવી શકો છો. એક PNR નંબર પર વધુમાં વધુ ચાર ટિકિટો જ બુક કરાવી શકાશે.

પહેલાથી ભરી રાખો જરૂરી વિગતો-IRCTCની વેબસાઈટ કે એપના માધ્યમથી ટિકિટ બુક કરાવતા સમયે તમે તમારું નામ, ઉંમર, લિંગ જેવી જાણકારી પહેલાથી જ સેવ કરીને રાખો, જેથી તાત્કાલિક વિંડો ખુલતા જ તમે જલ્દી જ આ ડિટેઈલ્સને ભરી શકો.

તૈયાર રાખો માસ્ટ લિસ્ટ-જો તમે અવારનવાર વેબસાઈટ કે એપથી ટિકિટ બુક કરાવો છો કો માસ્ટર લિસ્ટ તૈયાર કરી લો જેથી ટિકિટ બુકિંગ કરાવી શકો.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ...

પેમેન્ટ ઑપ્શન- જો તમે ઑનલાઈન ટિકિટ કરાવો છો તો તેમાં તમને મોબાઈલ વૉલેટ સિવાય ઈન્ટરનેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા UPI થી ચુકવણી કરી શકો છો. જો તમે નિયમિત એપથી પેમેન્ટ કરો છો તો પહેલાથી જ વિગતો ભરીને રાખો જેથી પેમેન્ટ કરવામાં વધુ સમય ન લાગે.


shoojit sircar indian railways tech news