શું તમે તમારા Whatsapp કૉલ રેકોર્ડ કરવા માંગો છો, તો આ છે સરળ ટિપ્સ

22 January, 2021 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું તમે તમારા Whatsapp કૉલ રેકોર્ડ કરવા માંગો છો, તો આ છે સરળ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન Whatsapp યૂઝર્સ વચ્ચે ફક્ત ચેટિંગ માટે જ લોકપ્રિય નથી. પરંતુ એનો ઘણો ઉપયોગ ઑડિયો અને વીડિયો કોલિંગ માટે પણ કરવામાં આવે છે. ઘણી વાર Whatsapp જરૂરી વાત કરતા સમયે તમે તેની નોંધ લેવાની ઈચ્છા રાખો છો, પરંતુ આસપાસ કાગળ અથવા પેનના અભાવના કારણે તમે તેની નોંધ લઈ શકતા નવથી. એવામાં તમે Whatsapp કૉલને રેકોર્ડ કરી શકો છો. જોકે સ્પષ્ટ કરી દઈએ કે Whatsappમાં કૉલ રેકોર્ડનો કોઈ અલગ ફીચર નથી. પરંતુ આ માટે તમારે કેટલીક સરળ ટ્રિક્સને ફૉલો કરવી પડશે.

Whatsapp પર કૉલ રેકોર્ડ કરીને તમે જરૂરી વાતો સેવ કરી શકો છો. આ સુવિધા એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પ્લેટટઑર્મ પર ઉપલબ્ધ છે. પરંતુ અમે હાલ એન્ડ્રોઈડ ફોનમાં કૉલ રેકોર્ડની જાણકારી આપીશું. કારણકે અમે તેનો ઉપયોગ કર્યો છે. અહીં અમે તમને Whatsapp કૉલ રેકોર્ડ કરવાની ટિપ્સ જણાવા રહ્યા છીએ પરંતુ એની પહેલા તે સ્પષ્ટ કરી દઈએ કે કોઈ પણ વ્યક્તિની પરવાનગી વિના કૉલ રેકોર્ડ કરવું ખોટું છે. જો તમે રેકોર્ડ કરી રહ્યા છો તો, પહેલા તે વ્યક્તિને તેના વિશે જણાવી દો.

Android ફોનમાં WhatsApp ને કેવી રીતે રેકોર્ડ કરવું

- આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે અને Cube Call Recorder એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.

- આ એપ્લિકેશનને ઓપન કરો, ત્યાં આપવામાં આવેલા કેટલાક સ્ટેપ્સને ફૉલો કર્યા બાદ તમારી સામે વોટ્સએપનો વિકલ્પ આવશે.

- Whatsapp ઓપન કરો અને તે વ્યક્તિને કૉલ કરો, જેની સાથે તમે વાત કરવા માંગતા હોય.

- કૉલ સ્ટાર્ટ કરો ત્યાં જ રાઈટ સાઈડમાં ક્યૂબ કૉલ વિજેટ શૉ થશે, જેનો અર્થ છે કે તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે.

- તમે ઈચ્છો તો વિજેટ પર ક્લિક કરીને એને ડિસેબલ પણ કરી શકો છો. જેનાથી કૉલ રેકોર્ડ નહીં થાય.

- સ્પષ્ટ કરી દઈએ કે Cube Call Recorder ફક્ત પસંદ કરેલા સ્માર્ટફોનમાં જ કામ કરે છે.

નોંધ : કોઈ વ્યક્તિની ઈચ્છા વિના તેના કૉલને રેકોર્ડ કરવું એ ગેરકાનૂની છે અને એવામાં જો તમે જરૂરી વાતને યાદ રાખવા માટે કૉલ રેકોર્ડ કરી રહ્યા છે તો પહેલા તે વ્યક્તિને એની જાણકારી આપો. તેની ઈચ્છા બાદ જ તમે કૉલ રેકોર્ડ કરો.

whatsapp tech news technology news