90ના દાયકાથી દરેક ગેમરની ફેવરેટ સુપર મારિયોએ મેળવી આ સિદ્ધિ

25 November, 2020 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

90ના દાયકાથી દરેક ગેમરની ફેવરેટ સુપર મારિયોએ મેળવી આ સિદ્ધિ

તસવીર સૌજન્યઃ ટ્વીટર

છેલ્લા 15 વર્ષમાં આખા વિશ્વમાં નોંધપાત્ર ડિજિટલ કાયાપલટ થઈ છે. આજના સમયમાં પ્લે સ્ટેશન અને સ્માર્ટફોનમાં ગેમ રમનારા ટીનેજરોને ખબર જ નહી હોય કે વર્ષો પહેલા વીડિયો ગેમ રમવાની કેવી મજા આવતી. આજે પણ મોટા વ્યક્તિઓ તેમના બાળપણના દિવસો યાદ કરે તો સુપર મારિયો, કોન્ટ્રા, આઈસએજ, ટેલીટબીઝ વગેરે ગેમને ભૂલી શક્યા નથી.

આ બધી ગેમનો એટલો ક્રેઝ હતો કે પહેલા પ્લે સ્ટેશનમાં અને હવે સ્માર્ટફોનમાં પણ ઉપરોક્ત દરેક ગેમ આપણને વિવિધ વર્ઝનમાં જોવા મળે છે. જોકે સુપર મારિયો એવી ગેમ છે જે આજની તારીખમાં પણ ટ્રેન્ડિંગમાં છે અને તાજેતરમાં જ આ ગેમે એક નવી સિદ્ધી મેળવી છે.

મારિયોની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વર્ષ ૨૦૧૭માં નીન્ટેન્ડોએ સુપર મારિયો ઓડિસીનું નવું વર્ઝન રજૂ કર્યું હતું જે હિટ બની ગયું હતું. મળતી માહિતી અનુસાર ગયા અઠવાડિયે સુપર મારિયો બ્રોસ -૩ની દુર્લભ સીલબંધ કોપી ૧.૫ કરોડ રૂપિયામાં વેચાઇ છે. હેરિટેજ ઓક્શને રમતની એક નકલની હરાજી કરી છે. ગેમ કોપીના આ વેચાણથી વિશ્વનો રેકોર્ડ તૂટી ગયો છે.

૨૦ નવેમ્બરના રોજ સુપર મારિયો બ્રોસ -૩ની કોપીની હરાજી ૧,૫૬,૦૦૦ ડોલરમાં થઈ હતી. આ પહેલાં આ ગેમની છેલ્લી નકલની ૧,૧૪,૦૦૦ ડોલરમાં હરાજી કરવામાં આવી હતી. કંપનીએ આ મામલે પોતાનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. રિપોર્ટ અનુસાર ૨૦કંપનીઓએ રમતની કોપી ખરીદવા માટે હરાજીમાં ભાગ લીધો હતો. તે જ સમયે, હેરિટેજ ઓક્શન અનુસાર રેયર પેકેજીંગને કારણે નકલની કિંમત ખૂબ વધારે હતી. રિપોર્ટ અનુસાર વિંટેજ વિડિઓ ગેમ ગ્રેડિંગ કંપની વાટા ગેમ્સએ સુપર મારિયો બ્રોસ -૩ ને ૯.૨+ નો સ્કોર આપ્યો, જેનો અર્થ છે કે આ ગેમ એકદમ પરફેક્ટ છે.

હેરિટેજ ઓક્શન અને વિડિઓ ગેમ્સના ડિરેક્ટર, વૈલેરી મેક્લિકે એક નિવેદનમાં કહ્યું છે કે તે એક જ વર્ષમાં બે મોટી હરાજીથી ખુશ નથી. આ વર્ષે વિડિઓ ગેમ કોપીની આ બીજી હરાજી છે. આ પહેલા નીન્ટેન્ડોએ તેમની રમતની દુર્લભ નકલ વેચીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ વર્ષે જુલાઈમાં, આ રમતની જૂની દુર્લભ સીલબંધ નકલની લગભગ ૮૨ લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. જે વર્ષ ૧૯૫૮ માં રજૂ થયું હતું. તે અત્યાર સુધીની રેકોર્ડબ્રેક કોપી હતી, જેનો રેકોર્ડ હવે કંપનીની બીજી દુર્લભ સીલબંધ નકલ દ્વારા તોડી નાખવામાં આવ્યો છે.

technology news international news