Google બાદ વધુ એક કંપનીના CEO બન્યા સુંદર પિચઈ

04 December, 2019 03:18 PM IST  |  Mumbai

Google બાદ વધુ એક કંપનીના CEO બન્યા સુંદર પિચઈ

સુંદર પિચઈ

ગૂગલના કો-ફાઉન્ડર્સ લેરી પેજ અને સર્ગે બિને Alphabetકંપનીના નેતૃત્વની ભૂમિકામાંથી હટી જવાની જાહેરાત કરી છે. હવે Alphabetનો કાર્યભાર ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચઈ સંભાળશે. તમને જણાવી દઈએ કે લગભગ 21 વર્ષ બાદ લેરી પેજે કંપનીના સીઈઓનું પદ છોડ્યું છે. આ ફેરફારને લઈને પિચઈએ નિવેદન આપ્યું છે કે તેનાથી કંપનીના કામ પર કોઈ અસર નહીં પડે.

પિચઈએ લેરી પેજ અને સર્ગે બિન દ્વારા લખેલા પત્રમાં પોતાનું નિવેદન આપતા કહ્યું કે તેઓ ગૂગલ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરતા રહેશે. એટલું જ નહીં, કંપનીમાં કમ્પ્યૂટિંગના દાયરાને વધારવા કામ કરતા રહેશે સાથે જ એમ પણ કહ્યું કે તેઓ આલ્ફાબેટ સાથે કામ કરવા માટે કામ કરતા રહેશે. સાથે જ તેમણે કહ્યું કે તેઓ આલ્ફાબેટ સાથે કામ કરવા માટે પણ ઉત્સાહિત છે. લેરી પેજ અને સર્ગે અને બ્રિને પિચઈના વખાણ કરતા કહ્યું કે તેઓ પોતાના યૂઝર્સ, ભાગીદારો અને કર્મચારીઓ માટે ટેક્નિકને લઈને ખૂબ જ સજાગ છે.

લેરી પેજ અને સર્ગે બ્રિને પત્રમાં એમ પણ કહ્યું કે આલ્ફાબેટ અને ગૂગલને ચલાવવા માટે બે સીઈઓની જરૂર નથી. એવામાં સુંદર પિચઈ જ બંનેના સીઈઓ હશે અને તેમની પાસે કાર્યકારી જવાબદારી હશે. તેમણે આગળ કહ્યું કે ગૂગલ અને આલ્ફાબેટ માટે પ્રતિબદ્ધ છે અને તેઓ સક્રિય રીતે કામ કરશે. સાથે તેઓ નિયમિત રૂપથી સુંદર પિચઈ સાથે વાતચીત ચાલુ રાખવાની યોજના પણ બનાવશે.

લેરી પેજ અને સર્ગે બ્રિને જણાવ્યું કે સુંદર પિચઈએ આલ્ફાબેટના બોર્ડ મેમ્બર તરીકે 15 વર્ષ સુધી અમારી સાથે મળીને કામ કર્યું છે. આલ્ફાબેટને લઈને અમને પિચઈ પર પુરો વિશ્વાસ છે.

google sundar pichai