સ્ટીમ-બેઝ્ડ જ્વેલરી ક્લીનર

05 October, 2011 05:19 PM IST  | 

સ્ટીમ-બેઝ્ડ જ્વેલરી ક્લીનર

 

આ રીતથી તમે એરિંગ કે નેકલેસમાં ભરાયેલી નાનામાં નાની ધૂળની રજકણને સાફ કરી શકો છો. આ મશીન ઘરમાં વાપરી શકાય છે, કારણ કે એ સાઇઝમાં કૉમ્પૅક્ટ હોવાને લીધે જગ્યા પણ ઓછી રોકે છે અને આ મશીનનું વજન પણ ફક્ત બે કિલોગ્રામ જેટલું જ છે. આ જ્વેલરી ક્લીનરમાંથી સ્ટીમ નીકળે છે જેની નીચે જ્વેલરીના પીસને ધરતાં એમાંથી ધૂળ અને રજકણો નીકળી જાય છે. એક જ્વેલરીને ક્લીન કરવા માટે બે મિનિટ જેટલો સમય લાગે છે.