આ દેશમાં ફેસબુક બૅન થશે, જાણો કારણ...

17 November, 2020 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દેશમાં ફેસબુક બૅન થશે, જાણો કારણ...

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ વિશ્વમાં મોટા ભાગના લોકો કરે છે. લોકો સાથે ડિજિટલી જોડાઈ રહેવા માટે વોટ્સએપ અને ફેસબુક મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ફેસબુક ઘણી વાર મુશ્કેલીઓ ઉભી કરી શકે છે, જે સોલોમન આઈલૅન્ડમાં જોવા મળ્યું છે. સોલોમાન આઈલૅન્ડની સરકારે ફેસબુક બૅન કરવાની તૈયારી કરી લીધી છે.

સોલોમોન ટાઈમ્સમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં સરકાર વિરોધી ખૂબ જ વાતો થતા સોલોમન આઈલૅન્ડમાં ફેસબુક ઉપર પ્રતિબંધ મૂકવાની યોજના તૈયાર થઈ રહી છે. આ પ્રતિબંધ કેટલા સમય માટે હશે તે હજી નક્કી નથી.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સોલોમન આઈલૅન્ડના વડા પ્રધાન મનસે સોગાબરેના નેજા હેઠળની સરકારે ફેસબુક ઉપર પ્રતિબંધ મૂકવા બાબતે આજે અધિકૃત જાહેરાત કરશે. આ દેશની વસ્તી સાડા છ લાખ લોકો જેટલી છે. પરંતુ ફેસબુકના માધ્યમે સરકાર વિરોધી નિવેદનો આવતા હોવાથી આ પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.

ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, કંપની આ બાબતે સોલોમન સરકાર સાથે વાતચીત કરવા તેમનો સંપર્ક કરી રહી છે, કારણ કે સરકારના આ નિર્ણયથી સોલોમન આઈલૅન્ડના હજારો લોકો ઉપર પ્રતિકૂળ અસર પડશે, જે લોકો પ્રશાંત ક્ષેત્રની મહત્વની ચર્ચાઓથી અવગત રહેવા માટે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. 

ચીન, ઈરાન અને નોર્થ કોરિયામાં ફેસબુક ઉપર પહેલાથી જ પ્રતિબંધ છે.

facebook technology news international news