મોદી સરકાર હવે એક્શનમાં આવી, ડેટા ચોરી પર સોશિયલ મીડિયાની હવે ખેર નહીં

30 June, 2019 11:58 PM IST  |  Mumbai

મોદી સરકાર હવે એક્શનમાં આવી, ડેટા ચોરી પર સોશિયલ મીડિયાની હવે ખેર નહીં

Mumbai : ભારતમાં યૂઝર્સના ડેટા ચોરી થવાની ઘટનાઓ સતત વધી રહી છે. તેથી હવે ભારતીય સરકાર આ સમસ્યાને ઉકેલવા માટે એક્શનમાં આવી છે. ભારતીય યૂઝર્સનો ડેટા દેશમાં જ રહે તે માટેમોદી સરકાર સોશિયલ મીડિયા કંપનીઓ પર દબાણ વધારવાની તૈયારી કરી રહી છે.


મીડિયા રિપોર્ટ મુજબ આઈટી કંપનીઓ માટે જરૂરી ફેરફાર કરવા આગામી મહિને સરકાર નવો કાયદો લાવશે જેમાં આ પ્રસ્તાવ હશે. રિપોર્ટ પ્રમાણે જો આ કાયદો અમલમાં આવ્યો તો દરેક વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં તેની સેવા આપવા માટે લાઇસન્સ લેવું પડશે. આ પહેલા સોશિયલ મીડિયા કંપનીઓએ અમેરિકાની ટ્રમ્પ સરકારના માધ્યમથી ભારત પર એવું ન કરવા માટે દબાણ બનાવ્યું હતું. જોકે ભારતે અમેરિકાને સાફ કહ્યું છે કે આ દેશહિતથી સંકળાયેલ મુદ્દો છે તેથી કોઈ સમજૂતી કરવામાં નહીં આવે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા કંપનીઓ તરફથી સંપૂર્ણ રીતે સહયોગ ન થતા કેન્દ્ર સરકારે નવો કાયદો લાવવાની ફરજ પડી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેક કંપનીને ભારતીય યૂઝર્સના ડેટા ભારતમાં જ રખવા પડશે.


સોશિયલ મીડિયા કંપનીઓએ કર્યો વિરોધ
બીજી તરફ સોશિયલ મીડિયા કંપનીઓએ આ વાતનો વિરોધ કરતા કહ્યું કે જો ભારતની આ માગ માનવામાં આવી તો અન્ય દેશો પણ એવી માગ કરશે. આપને જણાવી દઈએ કે મોટાભાગે સોશિયલ મીડિયા કંપનીઓ અમેરિકાની છે. તેથી તેમને ત્યાંથી જ લાઇસન્સ મળે છે. આમાં ફેસબુક, ટ્વિટર જેવી કંપનીઓ સામેલ છે.

technology news google