અજાણ્યા રસ્તાની હેલ્મેટમાં જ મળશે માહિતી, વારંવાર નહી જોવો પડે ફોન

10 March, 2019 02:42 PM IST  | 

અજાણ્યા રસ્તાની હેલ્મેટમાં જ મળશે માહિતી, વારંવાર નહી જોવો પડે ફોન

મેપ હવે હેલ્મેટ સ્ક્રિન પર

ગુગલ મેપ્સ આવ્યા બાદ અજાણ્યા વિસ્તારોમાં રસ્તા શોધવા આસાન બની ગયા છે. લોકોને વારંવાર પૂછવાથી છૂટકારો મળ્યો છે, તો અજાણ્યા વિસ્તારમાં જતા મુશ્કેલી પણ નથી પડતી. જો કે સિક્કાની બે બાજુ હોય જ છે. જો તમે ટુવ્હિલર ચાલકો છો તો ગુગલ મેપ્સ મદદગાર હોવાની સાથે સાથે તકલીફ પણ આપે છે. ડ્રાઈવિંગ કરવાની સાથે સતત મેપ પર નજર રાખવી કે મેપ્સની ઈન્સ્ટ્રક્શન સાંભળવી અઘરી બને છે.

કેટલીકવાર જો ચૂકી જવાય તો ખોટો રસ્તો પણ લેવાઈ જાય. જો કે હવે આ તકલીફનો ઉકેલ પણ આવી ચૂક્યો છે. હવે તમે જો ટુવ્હિલર પર જાવ છો અને તમારે રસ્તો જોવો છે, તો વારંવાર મોબાઈલમાં રસ્તો ચેક નહીં કરવો પડે. હવે આ ઈન્ફોર્મેશન તમને તમારા હેલ્મેટના કાચ પર જ મળી રહેશે. એટલે તમારું ધ્યાન પણ ડ્રાઈવિંગમાં રહેશે અને અકસ્માતનો ડર પણ ઓછો થઈ જશે.

મેપની સાથે સાથે મળશે આ સુવિધાઓ

મોટાભાગના લોકોને બાઈક ચલાવતી વખતે ગીતો સાંભળવા, ફોન પર વાત કરવાની આદત હોય છે. આ સાથે અજાણ્યા રસ્તાઓ પર મેપ જોવા પણ ફોનનો ઉપયોગ કરતા હોય છે. આ બધા કારણે બાઈકચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. જો કે હવે આ પ્રકારની સુવિધાઓ સીધી જ હેલ્મેટમાં જ અવેલેબલ થઈ રહી છે.

ભારતીય માર્કેટમાં થોડા જ સમયમાં તમને આ બધી જ સુવિધાઓ પૂરી પાડતા હેલ્મેટ્સ જોવા મળશે. આ હેલ્મેટ હાઈટેક ટેક્નોલોજીથી બનેલા સ્માર્ટ હેલ્મેટ્સ છે. ડ્રાઈવિંગ દરમિયાન આ હેલ્મેટ તમારી આગળ પ્રોજેક્ટેડ કલર પારદર્શક ઈમેજ રિફલેક્ટ કરશે જેના દ્વારા મેપની તમામ માહિતી બાઈકચાલકને મળી રહેશે. આ સિવાય બાઈકની સ્પીડને પણ આ હેલ્મેટ ગાઈડ કરશે.

 

આ પણ વાચો: Google Bolo એપ થઈ લૉન્ચ, બાળકોને ફ્રીમાં શીખવશે હિંદી અને અંગ્રેજી

 

આ હેલ્મેટમાં વોઈસ કન્ટ્રોલ, ફોન કોલ્સની સુવિધા અને મ્યુઝિક સાંભળવા માટે માઈક્રોફોન અને સ્પીકર્સની સુવિધા પણ આપવામાં આવી છે. આ સાથે જ હેલ્મેટમાં કેમેરા તથા લાઈટ સેન્સર પણ આપવામાં આવ્યા છે. આ હેલ્મેટમાં લાગેલ સોફ્ટવેર એન્ડ્રોઈડ બેઝ છે. આ બધી જ સુવિધાઓ સાથે આ હેલ્મેટ આ વર્ષના અંતમાં ભારતીય માર્કેટમાં આવશે.