આ શહેર વિશ્વનું પહેલું 5G નેટવર્કવાળું શહેર બન્યું

30 March, 2019 06:58 PM IST  | 

આ શહેર વિશ્વનું પહેલું 5G નેટવર્કવાળું શહેર બન્યું

ચીનના હોંગકોંગમાં 5G ની થઇ શરૂઆત

મોબાઈલ ટેક્નોલોજીમાં સતત બદલાવ કરી રહેલા ચીના શાંઘાઈએ દાવો કર્યો છે કે, શાંઘાઈ 5G કવરેજ અને બ્રોડબેન્ડ ગિગાબાઈટ નેટવર્ક વાળુ વિશ્વનું પહેલુ શહેર બન્યું છે. 5G આવનારા સમય માટે મોબાઈલની દુનિયામાં મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે. 5G 4Gની સરખામણીએ 10 થી 100 ગણી ડાઉનલોડ સ્પીડ આપશે. ચીન 5G બાબતે ઈન્ટરનેટ સ્પીડ વધારવા અમેરિકા સહિત મહાસત્તાઓ કરતા આગળ નિકળવા પ્રયત્નો કરી રહ્યું છે.

ચીનના હોંગકોંગમાં 5G ની થઇ શરૂઆત

ચીનના સરકારી પેપર ચાઈના ડેલીની ખબર અનુસાર, શાંઘાઈએ 5G કવરેજ અને બ્રાંડબેન્ડ ગિગાબાઈટ નેટવર્ક વાળુ વિશ્વનું પહેલુ બન્યુ છે. ખબરો અનુસાર 5G નેટવર્ક અનુસાર 5G નેટવર્કના સફળ પ્રયોગમાં ચીનની સરકારી કંપનીએ સહયોગ કર્યો હતો અને શાંઘાઈના હોંગકોન્ગથી તેની શરુઆત શનિવારથી કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: શું તમે જાણો છો ગાડીનો સીટ બેલ્ટ કોણે બનાવ્યો?

 

3 મહિના પહેલાથી જ બેઝસ્ટેશન લગાવાયા હતા

છેલ્લા 3 મહિનાથી 5G બેઝસ્ટેશન લગાવવામાં આવી રહ્યા હતા જેના કારણે કવરેજમાં કોઈ ખામી ન આવે. ચાઈના ડેલી અનુસાર શાંઘાઈના વાઈસ મેયર વુ ક્વિંગે પહેલા 5G ફોલ્ડેબલ ફોન હુવાવે મેટ મેક્સ મોબાઈલ દ્વારા 5G નેટવર્ક પર પહેલો વિડીયો કોલ કર્યો હતો અને બેઝ સ્ટેશનની પ્રક્રિયા પૂરી થયા પછી સામાન્ય લોકો તેનો ઉપયોગ સીમ કાર્ડ બદલ્યા વગર જ કરી શકશે.

china