શું થયું જ્યારે આ ભાઈએ બાઈકમાં પેટ્રોલની જગ્યાએ નાખ્યું કોકા-કોલા..

24 June, 2019 03:16 PM IST  |  મુંબઈ

શું થયું જ્યારે આ ભાઈએ બાઈકમાં પેટ્રોલની જગ્યાએ નાખ્યું કોકા-કોલા..

શું થયું જ્યારે આ ભાઈએ બાઈકમાં પેટ્રોલની જગ્યાએ નાખ્યું કોકા-કોલા..

આપણા દેશમાં મોટા ભાગે બાઈક પેટ્રોલથી ચાલે છે. છેલ્લા એક દસકામાં ઈલેક્ટ્રિક બાઈકની ટેક્નોલોજીમાં ખૂબ જ વિકાસ થયો છે. પરંતુ ભારતમાં તે ટેક્નોલોજી એટલી નથી વિકસી. એવામાં રેવોલ્ટ મોટર્સ પોતાની નવી ઈલેક્ટ્રિક બાઈક લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં ફ્યૂચરિસ્ટિક ફીચર્સ સામેલ છે. આ તો થઈ વીજળીથી ચાલવા વાળા વાહનોની વાત, પરંતુ કેટલીક વાર એવી ટેક્નોલૉજી પણ જોવા મળે છે. જેમાં હાઈડ્રોજનથી ચાલતા વાહનો પણ હોય છે. પણ, હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં બાઈકમાં પેટ્રોલ કે હાઈડ્રોજનની જગ્યાએ નૉર્મલ સોફ્ટ ડ્રિંક નાખવામાં આવ્યું. આમાં કેટલીક સત્યતતા છે, તે હાલ કહેવું મુશ્કેલ છે. આ વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં એક યુવાન હીરો હોન્ડા ગ્લેમર બાઈકમાંથી આખું પેટ્રોલ કાઢતો બતાવવામાં આવી રહ્યો છે. જે બાદ આ યુવાન કોકા કોલાની બે લીટરની બોટલ ખોલીને ગ્લેમરના ફ્યૂલ ટેંકમાં નાખી. અને પછી જે થાય છે તે જોવા જેવું છે. આ વીડિયો બનાવવાનું કારણ એ જ છે કે કોકા કોલા એક બાઈકને પાવર આપી શકે છે કે નહીં. આ તર્કને એમ કહીને વધુ મજબૂત કરવામાં આવ્યો છે કે સૉફ્ટ ડ્રિંકમાં ઑક્સીજન, કાર્બન ડાયોક્સાઈડ, હાઈડ્રોજન(અમે નથી કહેતા) અને શું નહી, આ તમામ પદાર્થ કોઈ પણ રીતે બાઈકને શક્તિ પ્રદાન કરવા માટે પર્યાપ્ત ઉર્જા પ્રદાન કરે છે.

વીડિયોમાં આ શખ્યે પ્રયોગ કરવા માટે ઘણી જૂની બાઈકનો ઉપયોગ કર્યો છે. બાઈકથી પેટ્રોલ ખાલી કર્યા બાદ કોકા કોલાની આખી બોટલ ફ્યૂલ ટેંકમાં નાખી દીધી. સૌથી ચોંકવાનારી વાત એ છે કે બાઈક ચાલવા લાગી, વીડિયોમાં બાઈક ધુમાડો છોડતી નજર આવી રહી છે. હવે સવાલ એ ઉઠે છે કે કોકા-કોલાથી કોઈ બાઈક ચાલી શકે છે?

આ જવાબ મેળવવા માટે અમે કેટલાક લોકલ મિકેનિક અને એક્સપર્ટ બાઈક એંજીનિયર સાથે વાત કરી તો તેમણે સાફ રીતે ના પાડી કે આવી રીતે કોઈ બાઈક ન ચાલે. જો એવું હોય તો પેટ્રોલ પંપ રિફાઈંડ જીવાશ્મ ફોસિલ ફ્યૂલના બદલે એવા પીણાની બોટલ વેચતા હોત.જો તમે તમારી બાઈકમાં આ રીતનો કોઈ પ્રયોગ કરો છો તો તમારી બાઈકનું એન્જિમ પુરી રીતે નષ્ટ થઈ જશે.

technology news