ભારતમાં લોકપ્રિય બનેલ સારેગામા ડિજિટલ ઓડિયો પ્લેયર કારવા 2.0 લોન્ચ

20 June, 2019 10:25 AM IST  |  Mumbai

ભારતમાં લોકપ્રિય બનેલ સારેગામા ડિજિટલ ઓડિયો પ્લેયર કારવા 2.0 લોન્ચ

સારેગામા ડિજિટલ ઓડિયો પ્લેયર 2.0

Mumbai : વિશ્વભરમાં આજે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. ત્યારે આ નવી ટેકનોલોજીની દુનિયામાં ટુંક સમયમાં વધુ લોકપ્રિય બનેલી સારેગામા ડિજિટલ ઓડિયો પ્લેયર. પોતાની આ સફળતાને જોતા આ કંપનીએ ભારતમાં કારવા 2.0 પ્લેયર લોન્ચ કર્યું છે. સારેગામા ડિજિટલ ઓડિયો પ્લેયર કારવા હવે ભારતમાં 2.0નું વર્ઝન લોન્ચ કરી દીધું છે.


અનેક સુવિધા સાથે સારેગામા કારવા 2.0 ભારતમાં લોન્ચ

ડિજિટલ ઓડિયો પ્લેયર બ્લૂટુથની સાથે વાઇ-ફાઇ કનેક્ટિવિટીની પણ સુવિધા આપે છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત 7990 રૂપિયા છે. બીજા ડિવાઇસની જેમ આમાં પણ કસ્ટમરને પ્રિ-લોડેડ સોન્ગ મળશે. કંપનીનું કહેવું છે કે, સારેગામા કારવાં 2.0 પ્લેયરમાં 5000થી વધારે પ્રિ-લોડેડ સોન્ગ ઇન્સ્ટોલ છે. યુઝર્સ આ ડિવાઇસ પર મ્યૂઝિક, ટોક શો, ભક્તિ સંગીત અને બાળકોનાં ગીત સિવાય બીજા કન્ટેન્ટ એક્સેસ કરી શકશે. વાઇ-ફાઈ સાથે ડિવાઇસ કનેક્ટ કરીને યુઝર 150 ઓડિયો સ્ટેશન એક્સેસ કરી શકે છે

 

કઇ રીતે વાઇ-ફાઇ સાથે ડિવાઇસ કનેક્ટ કરો
ડિજિટલ પ્લેયરને વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરવા માટે સૌપ્રથમ એન્ડ્રોઇડ કે આઈઓએસ યુઝરે તેના ફોનમાં સારેગામા કારવાં એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.

આ પણ વાંચો : WhatsApp Update : હવે વૉટ્સએપ પર નહીં થાય આ ભૂલ, આવ્યું નવું ફિચર

એપ ઇન્સ્ટોલ કર્યા બાદ એપ પર પ્લે ઓન કારવા ઓપ્શન સિલેક્ટ કરો

1) હવે તમારા ડિવાઇસ પર લાગેલો સિરિયલ નંબર એપમાં લખીને કનેક્ટ કરો.

2) હવે એપના સેટિંગમાં જઈને કનેક્ટ ટુ વાઇ-ફાઇમાં જઈને કનેક્ટ કરો.

આટલું કર્યા બાદ તમે વાઇ-ફાઇ સ્ટેશનને એક્સેસ કરી શકશો

3) કંપનીનું કહેવું છે કે, ફુલ ચાર્જ કર્યા બાદ આ ડિવાઇસ પર યુઝર 5 કલાક સુધી નોનસ્ટોપ મ્યૂઝિક સાંભળી શકશે. તેમાં હર્મન કંપનીની સાઉન્ડ સિસ્ટમ આપી છે. કોઈ પણ મોબાઈલ ચાર્જરની મદદથી સારેગામા કારવાં 2.0ને ચાર્જ કરી શકાશે. કસ્ટમર આ ડિવાઇસને એમરલ્ડ ગ્રીન અને ક્લાસિક બ્લેક કલરમાં ખરીદી શકે છે.


આ પણ જુઓ : ગુજરાતનું એક માત્ર અને સુંદર હિલ સ્ટેશન સાપુતારા, જુઓ તસવીરો

સારેગામા કારવા ગો થોડા સમય પહેલા જ લોન્ચ થયું છે
થોડા સમય પહેલાં જ કંપનીએ 3990 રૂપિયાનું 'સારેગામા કારવા ગો' ડિજિટલ ઓડિયો પ્લેયર લોન્ચ કર્યું છે, જેને કસ્ટમર પ્રવાસ દરમિયાન પોતાની સાથે રાખી શકે છે. કંપનીએ 'સારેગામા કારવાં ગો' પ્લેયરના તમામ ફીચર તેના લેટેસ્ટ પ્લેયર 'સારેગામા કારવાં 2.0'માં આપ્યા છે. બંનેમાં 5000 પ્રિ-લોડેડ સોન્ગ છે. તફાવતની રીતે જોવા જઈએ તો 'સારેગામા કારવાં ગો'ને બ્લૂટુથ સાથે કનેક્ટ કરી શકાય છે, જ્યારે સારેગામા કારવાં 2.0ને બ્લૂટુથ સિવાય વાઇ-ફાઇ સાથે પણ કનેક્ટ કરી શકાય છે.

technology news